________________
ગાથા-૧૧૬
૫૯૭ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આ જ દરેક વસ્તુની વ્યવસ્થા છે, સ્વતંત્રતા છે.
જીવ જગતનાં સર્વ દ્રવ્યોથી ભિન્ન છે, સ્વતંત્ર છે, પૂર્ણ છે. તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત જ્ઞાનરૂપ છે, પરંતુ શુદ્ધ સ્વરૂપ જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી અવસ્થામાં તે અશુદ્ધ અને અલ્પજ્ઞ છે. તે કર્મોને વશ થઈ, વિકાર ઉત્પન્ન કરી, અશુદ્ધતારૂપે તથા અલ્પજ્ઞતારૂપે પરિણમે છે ત્યારે વ્યવહારથી જ્ઞાનાવરણીય આદિ કર્મોએ જીવન અનંત જ્ઞાનના પરિણમનની શક્તિમાં બાધા પહોંચાડી એમ કહેવાય છે. શાસ્ત્રમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દર્શાવવા માટે જ્ઞાનાવરણીયાદિ કર્મ તથા આત્માના વિકારી ભાવો વચ્ચે બાધક-બાધ્યભાવ સમજાવવામાં આવ્યો છે, પરંતુ નિશ્ચયથી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતપોતામાં જ વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ - ભલે તે શુદ્ધ દશામાં હોય કે અશુદ્ધ દશામાં - પોતે સ્વતંત્ર રીતે જ પરિણમન કરે છે, અન્યની અપેક્ષા રાખતાં નથી. જીવ પોતે સ્વતંત્રપણે જ પરિણમે છે, અન્ય કોઈ દ્રવ્યની અપેક્ષા રાખતો નથી. તે જ પ્રમાણે દ્રવ્યકર્મ પોતે જ સ્વતંત્રપણે પરિણમે છે, અન્ય કોઈ દ્રવ્યની અપેક્ષા રાખતું નથી. બન્ને એકબીજાથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે, માટે નિશ્ચયથી જીવનો કર્તા કર્મ નથી અને કર્મનો કર્તા જીવ નથી. બે વચ્ચે કર્તા-કર્મ સંબંધ નથી, માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મ બે ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં સંભવી શકે નહીં. આત્મા પોતે સ્વરૂપભ્રાંતિવશ વિભાવભાવમાં જોડાય છે અને કાર્મણ વર્ગણાનાં પુગલ પણ પોતાની સ્વતંત્ર શક્તિથી પરિણમે છે.
જીવની અશુદ્ધ અવસ્થામાં વ્યવહારથી બાધ્ય-બાધક ભાવ છે, પણ તેની અશુદ્ધ અવસ્થા વખતે પણ સ્વભાવમાં જરા પણ અશુદ્ધિ, મલિનતા, વિકૃતિ નથી હોતી. અનેક વાર કર્મોનું આક્રમણ થાય, અનેક વાર કર્મનાં પુદ્ગલોની પ્રક્રિયાઓનું પુનરાવર્તન થાય, તોપણ નથી આત્મસ્વભાવને વિકૃત કરી શકાતો કે નથી શક્તિહીન કરી શકાતો. કર્મના પ્રભાવના ઘોર અંધકાર વચ્ચે પણ જીવના સ્વતંત્ર અસ્તિત્વને, અનંત શક્તિવાળા ચૈતન્યસ્વભાવને લેશ પણ હાનિ પહોંચી શકતી નથી. પરમાં વર્તવાથી અવરાયો હોવા છતાં અનાદિથી અખંડસ્વરૂપી, ચિદાનંદઘન યથાવત્ જ રહ્યો છે. સ્વરૂપ અવ્યાબાધ જ છે. કર્મઘટામાં આત્મસૂર્ય છુપાઈ ગયો છે, પણ આત્મસૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરા પણ હણાયો નથી. ગમે તેટલું એ કર્મઘટાનું જોર વધી જાય તો પણ તે આત્મસૂર્યને હણી શકે નહીં. ચેતનને અચેતન કરી શકે નહીં. આ તેનું અવ્યાબાધ સ્વરૂપ સિદ્ધ કરે છે.
અનાદિથી પરનો સંયોગ થયો હોવા છતાં પણ આત્મા જેવો ને તેવો છે. પરના કારણે ગુપ્ત થયો છે, તો પણ તેનો જોવાનો સ્વભાવ ગયો નથી, જ્ઞાનભાવ ગયો નથી. જેમ એક રત્ન ઉપર રેશમી કપડું લપેટવામાં આવે, તેને દોરાથી બાંધી એક નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org