________________
૫૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન નથી, તેથી સમ્યફચારિત્રની પણ આવશ્યકતા છે.
રિક્ષાવાળો હવે ખુશ છે, કરોડપતિ હોવાની ખુમારીમાં છે, પોતાની સંપત્તિ મેળવવાની તેને હોંશ છે. જો કે પૈસા માટે બેંકની વિધિ પતાવવાની છે, પણ હવે તે દુઃખી નથી. વચ્ચે કોઈ વિઘ્ન નડે તોપણ તેને વિશ્વાસ રહે છે કે હું કરોડપતિ જ છું અને ટૂંક સમયમાં મારું કરોડપતિપણું અવશ્ય પ્રગટ થશે.' તેમ સદ્ગુરુના બોધ દ્વારા સમ્યક ધર્મની ઉપલબ્ધિ કરનાર ધન્યાત્માના આત્માનંદની કોઈ અવધિ રહેતી નથી, તેઓ નિજ સ્વરૂપની ખુમારીમાં મસ્ત રહે છે. નિજનિધાન મેળવવાના તેમને કોડ છે, ઉમંગ છે. પૂર્ણ પદની પ્રાપ્તિ માટેની સર્વ વિધિ પાર પાડવાની તેમને ત્વરા છે, પણ અધીરજ નથી, ખેદ નથી, દીનપણું નથી. પૂર્ણ પદની પ્રાપ્તિ આડે કંઈ પણ અંતરાય નડે તોપણ તેમને એ શ્રદ્ધા તો અખંડ રહે છે કે હું પરમાત્મા જ છું અને અલ્પ સમયમાં - એક, ત્રણ કે વધુમાં વધુ પંદર ભવમાં તો મારી પર્યાયમાં પૂર્ણ પરમાત્મપણું અવશ્ય પ્રગટ થશે.'
ધર્મનો માર્ગ આવો અદ્ભુત છે! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગની સૂક્ષ્મતા કેવી વિલક્ષણ છે! દર્શન, જ્ઞાન કે ચારિત્ર - ત્રણમાંથી એક પણ ઓછું હોય તો ન ચાલે. જીવ મોક્ષસ્વરૂપી જ છે, પણ પોતાનું સ્વરૂપ જાણતો ન હોવાથી વર્તમાનમાં તેની અશુદ્ધ અવસ્થા છે. પરસમ્મુખતા સેવીને જીવે પર્યાયમાં અશુદ્ધતા ઉત્પન્ન કરી છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ વડે આ અશુદ્ધ અવસ્થા ટાળી સ્વભાવરૂપ મોક્ષ-અવસ્થા પ્રગટ કરી શકાય છે. સદ્દગુરુનાં અનન્ય શરણ અને અખંડ આજ્ઞા-આરાધનથી નિજમોક્ષસ્વરૂપને જાણતાં, તેમાં પોતાપણું સ્થાપતાં અને તેમાં લીનતા કરતાં જીવ પર્યાયમાં મોક્ષરૂપ થાય છે.
આત્મામાં મોક્ષસ્વભાવ શક્તિરૂપે અનાદિ-અનંત હોવાથી મોક્ષદશાને જ્ઞાન, શ્રદ્ધા અને એકાગ્રતારૂપ પુરુષાર્થ વડે પ્રગટ કરી શકાય છે. ચણામાં સ્વાદ શક્તિરૂપે હોવાથી ચણા શેકાયા પછી તે સ્વાદ પ્રગટ થાય છે. કાચા ચણા મીઠા લાગતા નથી, પણ એ જ ચણા શેકાવાથી મીઠા બને છે. જો અગ્નિ, વાસણ વગેરેમાંથી મીઠાશ ચણામાં પ્રવેશી હોત તો રેતીને શેકવાથી તેનામાં પણ મીઠાશ આવવી જોઈએ. ચણામાં જે મીઠાશ શક્તિરૂપે છે, તે પ્રક્રિયા દ્વારા પ્રગટે છે; તેમ મોક્ષસ્વભાવ શક્તિરૂપે અનાદિ-અનંત છે અને તે રત્નત્રયના પુરુષાર્થ વડે પ્રગટ થાય છે. જીવના દ્રવ્યદળમાં જે શુદ્ધતા શક્તિરૂપે પડી છે, તે શુદ્ધતા ધ્રુવ સ્વભાવનું અવલંબન લેતાં પર્યાયમાં પ્રગટે છે. આમ, મોક્ષસ્વરૂપી આત્માનો આશ્રય કરવો એ જ મોક્ષનો ઉપાય છે. “તું છો મોક્ષસ્વરૂપ' એ લબ્ધિવાક્ય દ્વારા શ્રીમદે આવા મોક્ષસ્વભાવી આત્મા પ્રત્યે જગતના જીવોનું ધ્યાન ખેંચ્યું છે. આ લબ્ધિવાક્યનું માહાભ્ય સમજાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org