________________
૫૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાયકપણે શોભે છે. વિકારના કર્તુત્વ-ભોસ્તૃત્વમાં તો જીવની શોભા હણાય છે, જ્યારે ભેદજ્ઞાન વડે પરનું કર્તુત્વ-ભોસ્તૃત્વ છૂટતાં આનંદમય જ્ઞાનપરિણમનથી જીવ શોભી ઊઠે છે. જ્ઞાનસ્વભાવી આત્મા પોતાના જ્ઞાનમય કાર્યથી શોભે છે. આ જ ધર્મ છે અને આ જ મોક્ષમાર્ગ છે. ધર્મનો મર્મ પ્રકાશતી આ અદ્ભુત અને રહસ્યપૂર્ણ ગાથા વિષે શ્રી કાનજીસ્વામી કહે છે -
“..... એવું નિ:સંદેહ તત્ત્વ શ્રીમદે જાહેર કર્યું છે તે સમજો. પોતાના સર્વજ્ઞા સ્વભાવનો મહિમા આવે ત્યારે, ચૈતન્ય ભગવાન પોતાની રક્ષા કરે છે; અને પોતાના નિત્યનિર્ભય-નિ:શંક સ્વભાવને જ જુએ છે. પરથી જુદાપણાનું ભાન થતાં આત્મા પરનો કર્તા-ભોક્તા નથી, પણ મોક્ષસ્વભાવમાં જ નિત્ય સ્થિતિ છે, તેમાં ઉપાધિનો અંશ પણ નથી એમ નિ:સંદેહપણે ભાવભાસન થાય છે. એવી સ્વરૂપસ્થિતિ તે વીતરાગતત્ત્વનો મર્મ છે. એમ ત્રણે કાળના જ્ઞાનીનું રહસ્ય છે. તે અનાદિનું સત્ જેમ છે તેમ અહીં કહ્યું છે.'
શ્રીમદે પ્રસ્તુત ગાથામાં દેહાધ્યાસ છૂટે “તો' જીવ કર્તા-ભોક્તા થતો નથી એમ કહ્યું. અહીં “તો' શબ્દ અર્થગંભીર છે. “તો' શબ્દ દ્વારા જે તથ્ય અભિપ્રેત છે તે સંક્ષેપમાં વિચારીએ. આત્માનો સ્વભાવ જ્ઞાતાપણાનો છે. આત્મસ્વભાવમાં પરદ્રવ્યનું કર્તુત્વ કે ભોસ્તૃત્વ તો છે જ નહીં. તેનાં ગુણ અને પર્યાયમાં પણ પરદ્રવ્યનું કર્તુત્વ કે ભોસ્તૃત્વ નથી, તેથી પરદ્રવ્યનું કર્તુત્વ તથા ભોમ્તત્વ આત્મદ્રવ્યમાં કે તેની પર્યાયમાં નથી. જ્યારે પર્યાય સ્વરૂપનું જ્ઞાન છોડી, કર્મના ઉદયને વશ બની અજ્ઞાનભાવે પરિણમે છે ત્યારે જીવ પોતાને પરદ્રવ્યનો કર્તા-ભોક્તા માને છે. પર્યાય જો સ્વભાવસભુખ થાય તો દેહાધ્યાસ છૂટતાં પર્યાયનું જ્ઞાનભાવે પરિણમન થાય છે અને ત્યારપછી જીવ પોતાને ક્યારે પણ પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી માનતો. આ પ્રકારે શ્રીમદે “તો' શબ્દ જ્ઞાનભાવે પરિણમતી પર્યાય માટે પ્રયોજ્યો છે.
વળી, આત્માના દ્રવ્યસ્વભાવમાં પરભાવના કર્તુત્વનો કે ભોક્નત્વનો નિતાંત અભાવ વર્તે છે. આત્માનો સ્વભાવ જ્ઞાતાપણાનો છે. પરભાવ જ્ઞાતાભાવથી ભિન્ન છે. આત્મદ્રવ્યનો સ્વભાવ પરભાવ કરવાનો નથી, તેથી આત્મા પરભાવનો કર્તા થતો નથી; તેમજ આત્માનો સ્વભાવ પરભાવ ભોગવવાનો નથી, તેથી આત્મા પરભાવનો ભોક્તા થતો નથી. આત્મદ્રવ્યમાં અને તેના ગુણોમાં વિકારી ભાવોનું અકર્તુત્વ તથા અભોક્નત્વ છે છતાં પર્યાયમાં વિકારી ભાવો થાય છે, અર્થાત્ પર્યાય અજ્ઞાનભાવવશ વિકારભાવના કર્તાપણે તથા ભોક્તાપણે પરિણમે છે. પર્યાય ધ્રુવનું લક્ષ છોડી દે, ધ્રુવ સ્વભાવના ભાનમાં ન રહે અને કર્મોદય સાથે જોડાઈ તેને અવલંબે તો પર્યાય અજ્ઞાનતાથી રાગાદિ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org