________________
૫૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
હતા, છતાં તેણે જે કહ્યું તે પણ એટલું જ સાચું ગણાય, કારણ કે શાહુકારે ક્યારે પણ તેમાં પોતાપણું માન્યું ન હતું, તેનો સ્વામી બન્યો ન હતો. તેમ જ્ઞાનીપુરુષો પણ રાગાદિનો સદ્ભાવ હોવા છતાં પોતાને તેના સ્વામી માનતા નથી. વિભાવમાં તેમને તાદાત્મ્ય થતું નથી અને તેઓ તેનાથી અપ્રભાવિતપણે રહી શકે છે. તેથી એમ કહેવાય છે કે જ્ઞાનીને રાગાદિ અડતા જ નથી.
જ્ઞાની પોતાના આત્માને ઉપયોગસ્વરૂપ જ જાણે છે, રાગસ્વરૂપ નથી જાણતા. તેમણે ભેદજ્ઞાન વડે રાગને જ્ઞાનથી અત્યંત ભિન્ન કરી નાખ્યો હોય છે. જેમ થાંભલા વગેરે પરદ્રવ્યને જ્ઞાની પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે, તેમ રાગાદિ પરભાવોને પણ જ્ઞાની પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે. તેઓ રાગને જાણતી વખતે રાગથી ભિન્નપણે જ પરિણમે છે. રાગથી જુદા જ્ઞાનપણે જ રહે છે. આ રીતે જ્ઞાનપણે જ ઊપજતા તે જ્ઞાનીને રાગાદિ સાથે કર્તા-કર્મપણું રહેતું નથી, માત્ર જ્ઞાતા-શેયપણું જ રહે છે.
જ્ઞાની જ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાનપરિણામ અંતર્મુખ વલણના કારણે થતાં હોવાથી સ્વભાવના આશ્રયે થાય છે, જ્યારે રાગપરિણામ બહિર્મુખ વલણના કારણે થતાં હોવાથી પુદ્ગલના આશ્રયે થાય છે. આત્માના આશ્રયે થાય તેને જ આત્માનાં પરિણામ કહેવામાં આવે છે અને પુદ્ગલના આશ્રયે થાય તેને પુદ્ગલનાં પરિણામ કહેવામાં આવે છે. આત્માના આશ્રયે ઉત્પન્ન થતા સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ જે નિર્મળ ભાવો છે તે જ આત્માનાં પરિણામ છે. રાગની ઉત્પત્તિ આત્માના આશ્રયે થતી નથી. આત્માની અવસ્થામાં જ્યારે રાગ થાય છે ત્યારે તે રાગ માટે પરનું અવલંબન આવશ્યક છે. જો પરના અવલંબન વિના રાગ સંભવે તો રાગ આત્માનો સ્વભાવ બની જાય અને સ્વભાવ કદી ટળી શકે નહીં, માટે રાગ પણ શાશ્વત બની જાય. રાગ તો ટળી શકે છે, માટે તે આત્માનો સ્વભાવ નથી. તેની ઉત્પત્તિ આત્માના આશ્રયે થતી નહીં હોવાથી રાગ કરવો એ આત્માનું કાર્ય નથી. આવા આત્માને જ્ઞાની જાણતા હોવાથી તેઓ પોતાનાં નિર્મળ પરિણામને જ કરે છે. તેઓ ભેદજ્ઞાન વડે સ્વ અને પરને ભિન્ન ભિન્ન જાણતા હોવાથી સ્વદ્રવ્યમાં એકતા કરીને સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયપણે પરિણમે છે.
સ્વરૂપના આશ્રયે પ્રગટેલી નિર્મળ પરિણતિ સુખરૂપ છે, નિર્વિકાર છે, તેમાં દુઃખ નથી, વિકારનું કર્તૃત્વ નથી કે હર્ષ-શોકનું ભોક્તૃત્વ નથી. નિર્મળ પરિણતિમાં તો સ્વાભાવિક આનંદનું જ વેદન છે. નિર્મળ પરિણતિમાં કર્મફળનો અભાવ છે. હર્ષ-શોકનું વેદન સ્વભાવમાંથી આવતું ન હોવાથી સ્વભાવદૃષ્ટિયુક્ત જ્ઞાની તેના ભોક્તા નથી. હર્ષ-શોકાદિ લાગણીઓ સાથે જ્ઞાનીનો ભોક્તા-ભોગ્ય સંબંધ નથી, પણ જ્ઞાયક-જ્ઞેય સંબંધ જ છે. જ્ઞાની એમ જાણે છે કે ‘આ હર્ષ-શોકને ભોગવવાનો મારો ત્રિકાળી ધર્મ નથી, પણ ક્ષણિક પર્યાયનો ધર્મ છે. મારો સ્વભાવ તો ચૈતન્ય છે.' આવા ભાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org