SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉદ્યમથી સ્વ-પરનું ભેદજ્ઞાન કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.' આત્માર્થી જીવ ભેદજ્ઞાનના દેઢ અભ્યાસ દ્વારા, અનાદિથી પોતાને પરના કર્તાભોક્તા માનવાની ટેવ પાડી હતી તે છોડે છે. “પરવસ્તુ ઉપર મારી સત્તા ચાલતી નથી, પરને હું ભોગવતો નથી, હું તો માત્ર પરનો જાણનાર-જોનાર જ છું' એવો ભાવ દૃઢ કરે છે, હું પરનો અકર્તા-અભોક્તા છું' એવો નિર્ધાર કરે છે. ઉદયપ્રસંગમાં કર્તાપણા-ભોક્તાપણાના જે વિકલ્પો થાય તેને અવરોધે છે. વિધવિધ પ્રસંગો વખતે ઉદ્ભવતી કર્તા-ભોક્તાપણાની કલ્પનાને રોકીને ઉપયોગને પરમાં તન્મય થવા દેતો નથી. સર્વ ઘટનામાં, સર્વ ક્રિયામાં હું માત્ર જ્ઞાયક છું' એમ અભ્યાસ કરે છે. પ્રત્યેક બનાવમાં પોતાના જ્ઞાયકસ્વરૂપની જાગૃતિ રાખે છે. પરનો કર્તા-ભોક્તા ન બનતાં તેને જ્ઞાયક-ભાવે જુએ છે. ‘હું પરમાં કંઈ કરી-ભોગવી શકું નહીં, હું કેવળ તેનો જાણનાર છું' એવી જાગૃતિના બળ વડે, દરેક ક્ષણે સ્વતંત્રપણે પરિવર્તનશીલ એવી વિશ્વવ્યવસ્થાને પોતાને આધીન પરિવર્તિત કરવાનો પ્રયત્ન, જીવનની સતત વહેતી ધારાને રોકી રાખવાનો કે નિજેચ્છા અનુસાર વાળવાનો પ્રયત્ન છૂટતો જાય છે. પાણીના પરપોટાને મુઠ્ઠીમાં જોરથી પકડીને પોતાનો બનાવવાનો વાંઝિયો પ્રયાસ હવે કરવામાં આવતો નથી. પરિસ્થિતિની બદલાતી લહેરો ઉપર તરતાં આવડી જાય છે. જીવનમાં કુટિલતા, વિષમતા, તણાવ દૂર થવા લાગે છે. જ્ઞાયકભાવે જીવન જિવાતું હોવાથી જીવનમાં વિષાદ નથી રહેતો. જીવન એક અભિનય થઈ ગયું હોવાથી જીવનમાંથી પીડા ચાલી જાય છે. સાધક જીવનને માત્ર એક અભિનય તરીકે જુએ છે. તેની જિંદગી અભિનય થઈ જાય છે, એક ખેલ બની જાય છે. તે હવે કર્તા-ભોક્તા નથી બનતો, અભિનેતા બની જાય છે. તે સભાનતા રાખે છે કે “આ જે કંઈ હું કરું છું તે બધું નાટક જ કરું છું, તેમાં હું કર્તા-ભોક્તા નથી.' તે જાણે છે કે “જે યોગ્ય છે, જે નિશ્ચિત છે તે અનુસાર બધું બરાબર થઈ રહ્યું છે. તે અંગે મારે રાગાત્મક કે દ્વેષાત્મક પરિણામ કરવાનાં નથી. મારે માત્ર અભિનય કરવાનો છે.” અભિનેતા જેવી રીતે અલિપ્ત રહીને અભિનય કરે છે, તેવી રીતે અલિપ્ત રહીને તે પોતાનાં કાર્યો કરે છે. પ્રત્યેક સમયે પોતાનું જે કર્તવ્ય હોય, તેને અભિનેતાની જેમ તેમાં તન્મય થયા વિના તે કરે છે. તે ઉદયાનુસાર કરવો પડતો વ્યવહાર કરે છે, પણ તેમાં પોતાપણું કરતો નથી. જે ફરજ બજાવવી પડે તે અભિનયરૂપે કરે છે. તે પિતાનો અભિનય કરે છે, દીકરાનો અભિનય કરે છે, ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા’, ઢાળ ૪, કડી ૭ તાસ જ્ઞાનકો કારન, સ્વ-પર વિવેક બખાની; કોટિ ઉપાય બનાય ભવ્ય, તાકો ઉર આની.' , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy