________________
ગાથા - ૧૧૫
ગાથા ૧૧૪માં શ્રીગુરુએ જણાવ્યું કે કરોડ વર્ષનું સ્વપ્ન જેમ જાગૃત થતાં [2] તત્કાળ વિલય પામે છે, તેમ વિભાવદશા પણ જ્ઞાન થતાં સત્વર વિલીન થાય છે. આમ, વિભાવદશા જે પ્રકારે - જે માર્ગે નાશ થાય તે જ મોક્ષનો ઉપાય છે, તે જ મોક્ષનો માર્ગ છે.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની ભગવંતોએ સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક એવાં જે છ પદ કહ્યાં છે, તેમાંના અંતિમ પદને શ્રીગુરુ સમજાવી રહ્યા છે. તેમણે જન્મ-જરા-મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવારૂપ મોક્ષનો ઉપાય સમજાવ્યો છે. મોક્ષનો ઉપાય તથા તેનો ક્રમ સચોટ અને સરળ શૈલીથી સમજાવ્યા પછી હવે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના નિચોડરૂપ ગણી શકાય એવી રહસ્યપૂર્ણ તથા કળશરૂપ ત્રણ ગાથાઓ (૧૧૫-૧૧૭) પ્રકાશીને શ્રીગુરુ મોક્ષના ઉપાયરૂપ અંતિમ પદની પૂર્ણાહુતિ કરશે.
આ ત્રણ રહસ્યપૂર્ણ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં ધર્મનો મર્મ પ્રકાશતાં શ્રીગુરુ કહે છે –
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.” (૧૧૫) હે શિષ્ય! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં
અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. (૧૧૫)
A આ પરમાર્થગંભીર ગાથામાં ધર્મનો મર્મ, અર્થાત્ મોક્ષમાર્ગનું રહસ્ય ભવ્ય ૧૧] જીવોનાં આત્મકલ્યાણાર્થે પ્રગટ કરવામાં આવ્યું છે. મર્મ એટલે જેમાં ગુપ્ત ભેદ રહ્યો હોય, જે સર્વસામાન્યજીવથી અપ્રગટ હોય અને જે એવી ઉત્તમ ચાવીરૂપ હોય કે જેના વડે આત્મનિધાનનાં સર્વ તાળાં ખૂલી જાય. સાંપ્રત સમાજમાં ધર્મના નામે અનેક માન્યતાઓ, ક્રિયાઓ, અનુષ્ઠાનો, સાધનાપદ્ધતિઓ ચાલે છે; પણ મૂઢ અજ્ઞાની જીવોને ધર્મ શું છે, ધર્મનું સ્વરૂપ શું છે તે ખબર નથી અને તેથી અનેક સાધનો કરવા છતાં તેમની ભવનિવૃત્તિ થતી નથી. તેથી ધર્મનું સ્વરૂપ સમજાવતાં શ્રીગુરુ કહે
ગાથા
અર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org