________________
ગાથા-૧૧૪
૫૫૧
આવી જ્ઞાનજ્યોતિ પ્રગટાવવાની પ્રેરણા કરતાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ કહે છે કે ‘હે ભવ્ય! જગતના બીજા વૃથા વિવાદ કરવાથી તું અટક. શાંત થઈને, ચુપચાપ, ગુપ્ત રીતે, કેળવણી પામીને, વિનીત થઈને, વિશ્વાસુ થઈને, દૃઢ થઈને, નિશ્ચળ થઈને, સ્થિર થઈને, એકાગ્ર થઈને અંતરમાં ચૈતન્યને અનુભવવાનો છ મહિના સુધી અભ્યાસ કર અને ખાતરી કરી જો કે આમ કરવાથી તારા હૃદયસરોવરમાં પુદ્ગલથી ભિન્ન એવા ચૈતન્યપ્રકાશની પ્રાપ્તિ થાય છે કે નહીં? છ મહિનામાં તો જરૂર તેની પ્રાપ્તિ થશે.'૧
જીવે અનંત કાળથી મિથ્યા બુદ્ધિના કારણે દેહ અને રાગાદિને પોતાના માનીને તેનો અભ્યાસ કર્યો હોવાથી તેને ચૈતન્યવિદ્યા પ્રાપ્ત ન થઈ, પોતાનો આત્મા અનુભવમાં ન આવ્યો. ચૈતન્યનો અનુભવ સહજ અને સરળ હોવા છતાં, તે પોતે દુનિયાના નકામા કોલાહલમાં રોકાઈ ગયો હોવાથી તેને ચૈતન્યનો અનુભવ ન થયો. આ કોલાહલથી તેને કંઈ આત્મલાભ ન થયો. હવે તેણે દુનિયાના કોલાહલથી વિરામ પામવું જોઈએ. બાહ્ય કોલાહલને છોડીને અંતરમાં ચૈતન્યને અનુભવવાનો અભ્યાસ કરવો જોઈએ. આખા જગતની દરકાર છોડીને ચૈતન્યસ્વરૂપને અનુભવવા માટે તૈયાર થવું જોઈએ. એક ચૈતન્યતત્ત્વ સિવાય બધું જ ભૂલી જવું જોઈએ. માત્ર ચૈતન્યનો જ અભિલાષી થઈને અંતરમાં ચૈતન્યને પકડવાનો અભ્યાસ કરતાં જીવ અંતરમાં ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે, ક્ષણે ક્ષણે ચૈતન્યસ્વભાવની નજીક ને નજીક થતો જાય છે. આવો ને આવો ધારાવાહી અભ્યાસ ચાલુ રહેતાં જરૂર ચૈતન્યનો અનુભવ થાય છે. લગનીપૂર્વક અભ્યાસ કરતાં છ મહિનામાં જરૂર આત્માનો અનુભવ થાય છે.
છ મહિના તો વધુમાં વધુ છે. જો ઉત્કૃષ્ટ લગનીપૂર્વક જીવ પ્રયત્ન કરે તો તો માત્ર બે ઘડીમાં જ જીવને આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મામાં પરનું કાંઈ કરવાનું કિંચિત્ પણ સામર્થ્ય નથી, પરંતુ તે જ આત્મામાં એવું બેહદ સ્વાધીન સામર્થ્ય છે કે તે બે ઘડીમાં આત્માની પ્રાપ્તિ કરી શકે છે. પરવસ્તુ આત્માને તાબે નથી, પરંતુ આત્મા સ્વયં ચિદાનંદમૂર્તિ છે' એમ સમજી-સ્વીકારી સ્વભાવમાં ઠરે તેને બે ડીમાં પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાનદશા પ્રાપ્ત થાય છે. આત્માનો અનુભવ કરવાની જેને તાલાવેલી જાગી છે એવો મુમુક્ષુ જીવ તો ઉત્સાહથી અને ઉલ્લાસથી આ કાર્યમાં મંડી પડે છે. જ્યાં બાર મહિને પાંચ લાખ રૂપિયા મળે તેમ હોય, ત્યાં જો એક દિવસમાં તે મળી જાય તો ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૩૪
किमपरेणाकार्यको लाहलेन
વિમ स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् । हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति જિયોપદ્ધિઃ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org