________________
ગાથા-૧૧૩
૫૨૯
સર્વને જાણવાની ઇચ્છા કરવાથી અથવા તો તે અર્થે પ્રયત્ન કરવાથી કોઈને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અન્ય સર્વથી લક્ષ હટાવી લઈ જે એકમાત્ર શુદ્ધાત્માનો આશ્રય લે છે, તે જ કેવળજ્ઞાન પામે છે. કેવળજ્ઞાનમાં સ્વ આત્મા તો ઝળકે જ છે અને સાથે સાથે પરપદાર્થો પણ ઝળકે છે. જે આત્માને જાણે છે તે સર્વને જાણી લે છે. નિજ ચૈતન્યદ્રવ્ય શેયપણે સતત અને સહજ ટકે છે ત્યારે લોકાલોકનાં સમસ્ત દ્રવ્યની સર્વ ત્રિકાળવતી પર્યાયોનું યુગપદ્ જ્ઞાન સહજપણે થાય છે.
લોકાલોકને જાણવા છતાં સર્વજ્ઞનું જ્ઞાન પરસમ્મુખ થતું નથી. તેમના ઉપયોગને પર-ઉપયોગ કહેવાતો નથી, કારણ કે સર્વજ્ઞને પર વિષે કિંચિત્માત્ર રતિ-અરતિપણું નથી. કેવળી ભગવંતને વિશ્વના સર્વ પદાર્થો જણાય છે અને સર્વ જણાવા છતાં ત્યાં રાગાત્મક કે ‘ષાત્મક પ્રતિક્રિયાનો અભાવ છે. તેઓ કેવળ જ્ઞાતા છે. તેઓ પૂર્ણવીતરાગી છે. કેવળી ભગવંત અને અજ્ઞાની બને પરને જાણે છે, પરંતુ બન્નેના જાણવામાં મોટો ફરક છે. સર્વજ્ઞ ભગવાનને સંપૂર્ણપણે પર જણાતું હોવા છતાં રાગ-દ્વેષ-મોહનો છાંટો પણ નથી, પરંતુ અજ્ઞાની જીવ પરવસ્તુને જાણે છે ત્યારે તેનું જ્ઞાન રાગ-દ્વેષ-મોહથી મિશ્રિત-કલુષિત-દુષિત હોય છે. અજ્ઞાનીનો જ્ઞાનોપયોગ પાંચ ઇન્દ્રિય દ્વારા પરપદાર્થને જાણે છે ત્યારે પરને જાણવાના આ કાર્યમાં, પૂર્વસંસ્કારવશ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના ભળી જવાથી રાગાત્મક અને વૈષાત્મક પ્રતિક્રિયાઓ થાય છે.
પરને જાણતી વખતે અજ્ઞાની જીવ પોતે માત્ર જાણનારો છે એમ ધ્યાનમાં ન લેતાં, તે શેય વસ્તુ એટલે હું, તે શેય વસ્તુ મારી, તે ય વસ્તુનો હું કર્તા, તે શેય વસ્તુમાં હું ફેરફાર કરનારો, તે શેય વસ્તુઓને હું ભોગવનારો' - એવી ભૂલભરેલી માન્યતા કરે છે અને તેથી જોયો સંબંધીનું તેનું જ્ઞાન દુષિત થાય છે. જેમ કે શરીર એ શેય છે, પરંતુ “શરીર એટલે હું' એવું અજ્ઞાની માને છે એ એકત્વબુદ્ધિ છે. સ્ત્રી-પુત્ર, ધન-સંપત્તિ ઇત્યાદિ શેય છે, પરંતુ “આ બધાં મારાં છે' એવું તે માને છે એ મમત્વબુદ્ધિ છે. છોકરાઓ મોટા થાય અથવા ધનનો સંયોગ થાય, તે સર્વ જ્ઞેય હોવા છતાં ‘મેં છોકરાઓને મોટા કર્યા, હું ધન કમાયો' એવું તે માને છે એ કર્તુત્વબુદ્ધિ છે. તેમજ પરપદાર્થોનો સંયોગ થતાં તે એમાં સુખ માને છે અને વિયોગમાં દુઃખ માને છે એ ભોસ્તૃત્વબુદ્ધિ છે. તે એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોસ્તૃત્વની માન્યતાઓથી યુક્ત હોવાથી શેયો સંબંધીનું તેનું જ્ઞાન વિપરીત હોય છે. તે પોતાના જ્ઞાનસ્વરૂપને ભૂલીને, પરના લક્ષે વિકારરૂપે પરિણમી, દુઃખી થાય છે.
અજ્ઞાની જીવ પરના આશ્રયથી દુઃખી થાય છે, પરંતુ જ્ઞાની પોતાની સ્વભાવદૃષ્ટિથી પરના જ્ઞાતા રહેતા હોવાથી સુખી હોય છે. જ્ઞાની પુરુષે જ્ઞાયક આત્માનું સ્વસંવેદન કર્યું હોય છે. તેમને પોતાના સ્વરૂપ અને પરય વચ્ચે ભેદજ્ઞાન થયું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org