________________
પ૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં આત્મામાં અખંડપણે તન્મયતા હોવાથી તથા કષાયરહિતપણું હોવાથી જ્ઞાન એવું તો નિર્મળ થાય છે કે જેથી તેમાં અલોકાકાશ સહિત ત્રણ લોક અને ત્રણ કાળના સર્વ પદાર્થો તેની સર્વ પર્યાયો સહિત એકીસાથે ઝળકે છે. કેવળજ્ઞાનની શક્તિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોને જાણે છે. જગતમાં રહેલાં સમસ્ત દ્રવ્યો તથા પ્રત્યેક દ્રવ્યની ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયો કેવળજ્ઞાનમાં એક જ સમયમાં ઇન્દ્રિયોની સહાયતા વગર પરિપૂર્ણરૂપે જણાય છે. સમસ્ત જગતમાં જે કાંઈ સર્જાયું હતું, સર્જાઈ રહ્યું છે અને ભવિષ્યમાં સર્જાવાનું છે, એ બધું કેવળજ્ઞાનમાં વર્તમાન ક્ષણે, વર્તમાનની જેમ જ સ્પષ્ટ જણાય છે. જગતમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ ભાવ નથી કે જે કેવળજ્ઞાનથી જાણી ન શકાય. આથી જ કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે સઘળું જાણનાર. જે સર્વને જાણે તે સર્વજ્ઞ.
જેમ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળની સર્વ વસ્તુઓનું અને તેની સર્વ પર્યાયોનું પ્રતિબિંબ પડે છે અને તેથી કેવળજ્ઞાની ભગવંત જગતનાં સર્વ દ્રવ્યોને અને તેની ત્રણે કાળની સર્વ પર્યાયોને જાણી શકે છે. ભીંત સામે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ભીંતમાં પડતું નથી, પણ તે વસ્તુ અરીસા સામે હોય તો તેનું પ્રતિબિંબ પડે છે, કારણ કે પદાર્થોને પ્રતિબિંબિત કરવાનો ગુણ ભીંતમાં નથી, અરીસામાં છે; તેથી અરીસાની સામે આવતી વસ્તુ તેમાં પ્રતિબિંબિત થાય છે. જો કે અરીસામાં કેવળ રૂપ-રંગ જ પ્રતિબિંબિત થાય છે, પણ કેવળજ્ઞાનરૂપી દર્પણ તો એવું વિલક્ષણ છે કે તેમાં રૂપી પદાર્થોનાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તો ઝળકે જ છે, પણ અરૂપી અને સૂક્ષ્મ બાબતો તેમજ સમીપવર્તી કે દૂરવર્તી બધાં દ્રવ્યોની ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન પર્યાયો તથા કેવળી ભગવાનનાં પોતાનાં પણ અનંત ગુણ-પર્યાયો તેમાં જણાય છે.
કેવળજ્ઞાનનું સામર્થ્ય અદ્ભુત છે. વિશ્વમાં અનંતાનંત જીવો છે, તેના કરતાં અનંતાનંતગુણા પુદ્ગલો છે, તેના કરતાં અનંતગુણા ત્રણ કાળના સમયો છે અને તેના કરતાં અનંતગુણા લોકાલોકના આકાશપ્રદેશો છે. આ બધું કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં એકસાથે ઝળકે છે. કેવળજ્ઞાનનું આવું અચિંત્ય સામર્થ્ય છે. કેવળજ્ઞાનનું સામર્થ્ય દર્શાવતાં અન્ય રીતે કહેવાય છે કે વિશ્વમાં અનંતાનંત જીવો છે. એક એક જીવના અનંત ગુણો છે. તેની સમય સમયની અનંત પર્યાયો છે. એક એક ગુણના ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૩૦
“સર્વદ્રવ્યાપુ વેવસ્ટચ ' સરખાવો : પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૪, કડી ૪
સકલ દ્રવ્યકે ગુન અનંત, પરજાય અનંતા; જાનૈ એકે કાલ, પ્રગટ ફેવલિ ભગવત્તા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org