________________
૫૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
બળન ભાસતાં વિકારનું બળ ભાસે છે, તેને સ્વભાવનો મહિમા અને વિશ્વાસ નથી હોતા. તેને સ્વભાવનો અનાદર તથા વિકારનો આદર છે અને તે જ તેનાં દુઃખનું મૂળ છે. જ્યાં સુધી જીવ મિથ્યા માન્યતા સેવે છે, ત્યાં સુધી ક્લેશ અને દુઃખ રહ્યા જ કરે છે, માટે તેણે પોતાની ઊંધી માન્યતા પલટાવવી જોઈએ. તેણે નક્કી કરવું ઘટે કે ‘રાગ તો મારા ઊંધા પુરુષાર્થથી પર્યાયમાં એક સમય પૂરતી નવીન ઊપજ છે. મારા સ્વભાવમાં રાગ છે જ નહીં. મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે.' પોતાના સ્વભાવની આવી ઓળખાણ કરી જો તે સ્વભાવ તરફ ઢળે તો અવશ્ય રાગથી ભિન્ન સ્વભાવનો તેને અનુભવ થાય. આમ, રાગમાં કરેલું એકત્વ છોડી, જ્ઞાનસ્વભાવમાં એકત્વબુદ્ધિ સ્થાપે તો કાર્ય થાય.
જ્ઞાન અને રાગને નિકટતા છે, પણ એકતા નથી. બન્નેનાં લક્ષણ જુદાં છે. જ્ઞાન અને રાગ બન્ને એક જ પર્યાયમાં વર્તતા હોવા છતાં બન્ને કદી એક થયાં નથી, બન્ને પોતપોતાનાં સ્વલક્ષણમાં ભિન્ન ભિન્ન છે. આ લક્ષણભેદ વડે તેને જુદાં ઓળખીને, તેની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞારૂપી છીણીને પટકવાથી તે અવશ્ય જુદાં પડે છે. આત્મા અને રાગભાવ બન્નેનાં લક્ષણોને ભિન્ન ભિન્ન જાણીને, પ્રજ્ઞાછીણી વડે તે બન્નેની સંધિ તોડી નાખતાં આત્મા અને રાગ જુદા થઈ જાય છે.૧
આત્મા અને રાગભાવની દરેક સંધિ છેદવા માટે ભેદજ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણી જ સર્વોત્તમ સાધન છે. પ્રજ્ઞા એટલે વિશેષ જ્ઞાન તીક્ષ્ણ જ્ઞાન - સૂક્ષ્મ જ્ઞાન. તેના વડે આત્મા અને રાગ બન્નેનાં લક્ષણો ભિન્ન ભિન્ન જાણીને તેને જુદા પાડી શકાય છે. જેમ પથ્થરની સાંધને લક્ષમાં લઈને તે સાંધમાં સુરંગ ફોડતાં તેના કટકા થઈ જાય છે, તેમ આત્મા અને રાગ વચ્ચેની સૂક્ષ્મ સાંધને લક્ષમાં લઈને, સાવધાન પણે તેમાં ભગવતી પ્રસારૂપી સુરંગ ફોડતાં આત્મા રાગથી જુદો થઈ જાય છે. તે બન્નેને જુદા કરીને ભગવતી પ્રજ્ઞા આત્મા સાથે એકરૂપ થઈ જાય છે અને રાગને પોતાથી જુદો જ રાખે છે. રાગ જુદો થઈ જતાં આત્મા રાગથી છૂટો થઈ જાય છે. આ રીતે ભગવતી પ્રજ્ઞા રાગને છેદીને આત્માને મુક્તિ પમાડે છે. આવું ભેદજ્ઞાન કરનારી ભગવતી પ્રજ્ઞા ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', લશ ૧૮૧
'प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।।' સરખાવો : પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૬, કડી ૮ ‘જિન પરમ પૈની સુબુધિ જૈની, ડારિ અંતર ભેદિયા; વરણાદિ અરુ રાગાદિત, નિજ ભાવકો ન્યારા કિયા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org