________________
૫૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
એકસાથે જાણવાનું સામર્થ્ય પ્રગટે છે, પણ ક્ષયોપશમ જ્ઞાનમાં એવું સામર્થ્ય હોતું નથી; એટલે જ્યારે સ્વને જાણવામાં ઉપયોગ હોય ત્યારે પરને જાણવામાં ઉપયોગ ન હોય; અને જ્યારે પરને જાણવામાં ઉપયોગ હોય ત્યારે સ્વને જાણવામાં ઉપયોગ ન હોય. જો કે જ્ઞાનીને જ્યારે સ્વને જાણવામાં ઉપયોગ હોતો નથી ત્યારે જ્ઞાન કંઈ અજ્ઞાન થઈ જતું નથી, કેમ કે સ્વસંવેદન વખતે જે જ્ઞાન થયું હતું, તે જ્ઞાન લબ્ધિરૂપે તો પરને જાણતી વખતે પણ વર્તે જ છે. આમ, ધ્યેય તો આત્મા જ હોય છે, પણ શેય બદલાય છે. જો બે ઘડી સુધી શેય પણ આત્મા જ રહે તો કેવળજ્ઞાન પ્રગટે છે. અસ્થિરતા અને રાગ-દ્વેષની વૃત્તિ સંપૂર્ણપણે ટળવાથી નિજસ્વભાવનું અખંડ જ્ઞાન પ્રગટે છે, જેને કેવળજ્ઞાન કહેવાય છે.
જ્યારે ક્રોધાદિ કષાય તથા હાસ્યાદિ નોકષાયરૂપી મિથ્યા આભાસો આત્મામાંથી સંપૂર્ણપણે નીકળી જાય છે ત્યારે માત્ર શુદ્ધ આત્મસ્વભાવમાં જ રમણતાસ્વરૂપ અખંડ જ્ઞાન પ્રગટે છે. આ જ્ઞાન ત્રણે કાળમાં કદાપિ નષ્ટ થતું નથી, ચાલ્યું જતું નથી, ખંડિત થતું નથી, મંદ થતું નથી, ઓછું થતું નથી. આવું શાશ્વત સ્થિતિરૂપ શુદ્ધ નિર્મળ ક્ષાયિક ભાવનું જે જ્ઞાન પ્રગટ થાય છે તેને કેવળજ્ઞાન કહેવાય છે. જ્યારે આ કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા હજુ દેહના સંયોગમાં હોય છે, તે છતાં પણ તે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવાત્મક નિર્વાણપદને ભોગવે છે. શેષ રહેલ ચાર અઘાતી કર્મના નિમિત્તે હજી દેહધારીપણું છે, પરંતુ સ્વભાવનું સામર્થ્ય પૂર્ણપણે ઊઘડી ગયું હોવાથી દેહ છતાં ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ અનુભવાય છે, તેથી આ સ્થિતિને ભાવમોક્ષ પણ કહેવાય છે.
= કેવળજ્ઞાનની પરલક્ષી વ્યાખ્યાને ગૌણ કરી, સ્વલક્ષી વ્યાખ્યાને પ્રધાન કરી ષાર્થ
૧) શ્રીમદે કેવળજ્ઞાનના તાત્ત્વિક - પારમાર્થિક સ્વરૂપનું રહસ્ય આ ગાથામાં પ્રગટ કર્યું છે. સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને આ રહસ્ય પરમ ઉપકારી, અપૂર્વ માર્ગદર્શન આપનારું થાય એવું છે.
કેવળજ્ઞાનના પારમાર્થિક સ્વરૂપ અંગે પ્રશ્નો કરી શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ આદિ મુમુક્ષુઓને ઊંડી વિચારણા અર્થે મંથન કરવા પ્રેરતા અને તેનું યથાયોગ્ય સમાધાન પણ આપતા. કેવળજ્ઞાનના સ્વરૂપ અંગે અપાતા સમાધાનની વિશેષતા એ છે કે તેની વ્યાખ્યા એવા પ્રકારે અપાઈ છે કે જેથી શાસ્ત્રમર્યાદાને બાધ આવ્યા વિના, તેની આત્મહિતકારી વ્યાખ્યા પ્રત્યે મુમુક્ષુઓનું લક્ષ કેન્દ્રિત થાય. શ્રીમદે કેવળજ્ઞાનની વ્યાખ્યા એવા પ્રકારની કરી છે કે જેથી શાસ્ત્રીય વ્યાખ્યાનો પરમાર્થ આશય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૬૧૫, ૬૧૭, ૬૨૮, ૬૨૯ ઇત્યાદિ. ૨- એજન, પત્રાંક ૬૭૯, ૬૯૪ ઇત્યાદિ.
વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org