________________
ગાથા-૧૧૧
૪૯૯
આત્માનુભૂતિની સાથે જ નિશ્ચય (પરમાર્થ) સમકિત પ્રગટે છે. નિર્વિકલ્પ દશાનો સ્પર્શ કર્યા વિના નિશ્ચય સમ્યગ્દર્શન હોતું નથી. પરંતુ આ નિર્વિકલ્પ દશા, અર્થાત્ ઉપયોગાત્મક આત્માનુભૂતિ સતત રહે જ એવો નિયમ નથી. સમ્યગ્દર્શન તો રહે જ, પણ ત્યારે ઉપયોગાત્મક સ્વાનુભૂતિ ન પણ હોય, એટલે કે પુનઃ સવિકલ્પદશા પ્રવર્તે; કારણ કે ઉપયોગાત્મક આત્માનુભૂતિ છબી અવસ્થામાં અખંડ હોતી નથી, એટલે કે જે ઉપયોગ આત્મામાં સ્થિર થયો હતો તે ફરીથી અન્યત્ર ન જાય એવો કોઈ નિયમ નથી. માત્ર સર્વજ્ઞ ભગવંતોની ઉપયોગાત્મક આત્માનુભૂતિ અખંડ છે. છદ્મસ્થ અવસ્થામાં દરેક પળે ઉપયોગાત્મક સ્વાનુભૂતિ ન હોય, પરંતુ જે પરમાર્થ સમકિત પ્રકાશ્ય હતું તેનું સાતત્ય જળવાઈ રહે છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રકાશી રહ્યું છે ત્યાં સુધી લધ્યાત્મક સ્વાનુભૂતિ અવશ્ય રહે છે.૧ છબસ્થ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને ઉપયોગાત્મક સ્વાનુભૂતિ ક્વચિત્ હોય અને ક્વચિત્ ન હોય, પણ લધ્યાત્મક આત્માનુભૂતિ (લક્ષ અને પ્રતીતિરૂપે) નિરંતર વર્યા કરે છે.
જ્ઞાની પુરુષની આવી અદ્ભુત દશા સહિતની જ બધી રહેણીકરણી હોય છે. પરથી નિરાળા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવા પોતાના આત્માનો અનુભવ જેમને થયો છે, તે જ્ઞાનીપુરુષ પોતાના શુદ્ધ ચિતૂપમાં મગ્ન રહે છે. તેના જ અનુભવમાં એકાગ હોય છે. પૂર્વકર્મનો ઉદય વેદતા હોવાથી અનુભવમાં સ્થિર નથી રહી શક્તા, પરંતુ લક્ષ તો નિરંતર અનુભવનો જ રહે છે. આત્મામાં ક્યારે લીન થાઉં એવી જ ભાવના ચૂંટાયા કરે છે. પૂર્વકર્મનું બળ વિશેષ હોય તો ત્યાં અનુભવ કે લક્ષ ન પણ હોય, છતાં તે શુદ્ધ ચિતૂપની અંતરંગ પ્રતીતિ તેમને નિરંતર વર્તે જ છે. લક્ષ તેમજ પ્રતીતિની અવસ્થામાં, કારણમાં કાર્યનો આરોપ ગણીને તેમને ત્યાં પણ સ્વરૂપમગ્ન કહ્યા છે. આત્માની ઓળખાણ સહિત આત્માનો ઉપયોગ ઘાત ન પામે તેવી સ્વરૂપમન્નતામાં જ્ઞાનીપુરુષ નિરંતર ઝૂલતા હોય છે. જો કે પૂર્વકર્મનું બળ વિશેષ હોય ત્યારે તેઓ આત્મસ્મરણમાં પ્રમાદી જણાય, છતાં તેઓ ત્યારે પણ સ્વરૂપમગ્ન જ છે.
| સ્વરૂપમગ્નતા જેવી બીજી કોઈ મગ્નતા નથી. સ્વરૂપમગ્નતાના કારણે જીવનમાં અદ્ભુત મસ્તી આવે છે. આ મસ્તી અત્યંત અલગ પ્રકારની હોય છે. તે મસ્તી શાંતિ, તૃપ્તિ અને આલાદનો અપૂર્વ આસ્વાદ કરાવે છે. બધાની વચ્ચે છતાં બીજી દુનિયામાં ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૪૦૭
"हेतुस्तत्रापि सम्यक्त्वोत्पत्तिकालेस्त्यवश्यतः ।
तज्ज्ञानावरणस्योच्चैरस्त्यवस्थान्तरं स्वतः ।।' ૨- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૨, શ્લોક ૨૪
'मग्ना ये शुद्धचिद्रूपे ज्ञानिनो ज्ञानिनोऽपि ये । प्रमादिनः स्मृतौ तस्य तेऽपि मग्ना विधेर्वशात् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org