SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૧ ૪૯૫ પ્રત્યે લલચાતું નથી. સર્વોત્કૃષ્ટ પુણ્યરૂપ સંયોગો આવે તો પણ તેમાં તેમને આકર્ષણ થતું નથી. પોતાના અચિંત્ય આત્મવૈભવના અનુભવથી તેઓ હવે પરમ તૃપ્તિ અનુભવે છે. સ્વતત્ત્વનું અદ્ભુતપણું અન્ય કોઈ પદાર્થની અપેક્ષા રાખતું નહીં હોવાથી તેઓ પોતે પોતામાં તૃપ્તપણે વર્તે છે. શ્રીમદ્ લખે છે – જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. • જો જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.” જ્ઞાનીએ પોતાનો સ્વભાવ જામ્યો છે. આત્માનો સ્વભાવ સંપૂર્ણ સ્વતંત્ર, પોતાથી જ પોતામાં પરિપૂર્ણ સુખરૂપ છે, તેને કોઈ પણ સંયોગોની અપેક્ષા નથી એમ જ્ઞાની જાણતા હોવાથી, તેઓ કદી પણ પોતાના સુખ માટે પરાશ્રયની જરૂર માનતા નથી. અજ્ઞાની પોતે પોતાના સ્વભાવને જાણતો ન હોવાથી ઊંધી માન્યતા કરીને પરની ગુલામી સ્વીકારે છે, પરંતુ જ્ઞાની સ્વભાવના જોરે પરાશ્રયરૂપ ગુલામીના બંધનને સર્વથા છેદીને, સંપૂર્ણ સ્વતંત્ર દશામાં બિરાજે છે. સ્વતત્ત્વનું બળ જ એવું હોય છે કે બીજી બધી બાબતોમાં તેમને ઉદાસીનતા જ વર્તે છે, તેઓ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. તેઓ વિષયોની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે ત્યારે પણ વિષયાકાંક્ષાથી નથી પ્રવર્તતા, પરંતુ પૂર્વકર્મના ઉદયાનુસાર પ્રવર્તે છે. જ્ઞાનીને તો આત્મસ્વરૂપમાં સ્થિર રહેવામાં જ રસ હોય છે, પરંતુ પૂર્વબદ્ધ કર્મના ઉદયના યોગમાં તેમને ઉપાધિના પ્રસંગો આવી પડે છે. જો કે ઉદયાધીનપણે વર્તતાં પણ તેમને આત્મપ્રતીતિ તો વર્તે જ છે. સંસારકાર્યોમાં પણ તેમને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ તેમજ જ્ઞાન વર્તે છે. તેઓ ગૃહસ્થપણામાં રહ્યા હોય અથવા ગમે તેવા ઉપાધિપ્રસંગમાં પ્રવર્તતા હોય, તો પણ તેમનાં શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતાં નથી. તેઓ પૂર્વબદ્ધ કર્મના ઉદયરૂપી મોજાંથી આઘાપાછા થતા જણાય, પણ પોતાના લંગર નાખેલા સ્થાનથી તેઓ જરા પણ હટતા નથી, અર્થાત્ સ્વરૂપલક્ષ ચૂકતા નથી. તેમને ઉદયપ્રસંગોમાં કશે પણ ગમતું નથી, ઉદયભાવમાં બળ કે ઉત્સાહ આવતો નથી. તેમને ઉદયકાર્યો બોજારૂપ લાગે છે, પ્રવૃત્તિ કરવી પડે તેમાં ત્રાસ તથા થાક લાગે છે અને તેથી ઉદયજનિત પરિણામનું બળ પણ ઘટતું જાય છે. તેમની પ્રવૃત્તિ તપેલા લોખંડ ઉપર પગ મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લોખંડ ઉપર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પગ ત્યાં બહુ સમય સુધી ટકી શકતો નથી, તરત જ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨૬ (પત્રાંક-૩૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy