________________
ગાથા-૧૧૦
૪૬૫
પ્રાયોગ્યલબ્ધિમાં રહેલો આત્મા તત્ત્વનિર્ણયના આધારે પ્રયોગાત્મક અભ્યાસ શરૂ કરે છે. તે ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે. ગુરુએ પ્રબોધેલ આત્માના સ્વાધીન ગુણોનું ગૌરવ, પરમાત્માના પ્રકૃષ્ટ સુખની યશોગાથા, સ્વરૂપસ્થિરતાના અનંત આનંદનો અહોભાવ - આ સર્વ અંતરમાં જીવંત રાખી ભેદજ્ઞાન દ્વારા તે આગળ વધતો જાય છે. ભેદજ્ઞાનના પુરુષાર્થથી તે વિચારની ભૂમિકામાંથી ભાવભાસનની ભૂમિકામાં પ્રવેશે છે. આત્મસ્વરૂપ તથા તેના યથાર્થ ભાવ તે સુપાત્ર જીવની દૃષ્ટિ સમક્ષ પુનઃ પુનઃ નૃત્ય કરે છે. જો કે તેને હજુ સ્વસંવેદન પ્રગટ્યું નથી, આત્માના અખંડ આનંદનો આસ્વાદ હજુ તેણે લીધો નથી, તથાપિ તેની ભાવનામાં હું જ્ઞાનાનંદસ્વરૂપી, ત્રિકાળી શુદ્ધ, સિદ્ધ સમાન સ્વાધીન આત્મતત્ત્વ છું' એવા ભાવ નિરંતર ઘૂંટાય છે. તેનો ઉપયોગ શુદ્ધ સ્વભાવ ઉપર કેન્દ્રિત થાય છે. તેની દૃષ્ટિ એકમાત્ર આત્મતત્ત્વ ઉપર ચોંટે છે. “મારે મારા જ્ઞાનાનંદસ્વરૂપનું વેદન કરવું જ છે' એવી તેની ભાવના સતત જાગૃત રહે છે. ‘કોઈ પણ પ્રકારે પુરુષાર્થ કરી, મારા શુદ્ધાત્માનો અનુભવ હું શીધ્રાતિશીધ્ર કરું' એવી યથાર્થ અભિરુચિ તેની ધ્યેયપ્રાપ્તિ આડે આવતાં વિદ્ગોને દૂર કરવામાં પરમ સહાયભૂત થાય છે. તેનો ઉદ્યમ સતત ચાલુ જ રહે છે. એક અખંડ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપનો પિપાસુ એવો તે ભવ્યાત્મા સર્વ કલ્પનાઓ અને કલ્પનાઓને છોડીને આત્મસાધનામાં તલ્લીન થાય છે. સંસારનો રસ ઘટતો જઈ અતીન્દ્રિય આનંદના મહિનામાં તેનું હૃદય એકતાન થાય છે. તેના મિથ્યાત્વરસની માત્રા અત્યંત અલ્પ રહે છે. સદ્ગુરુના પુષ્ટ અવલંબને અને નિજપરિણામોની ઉજ્વળતાના સથવારે ભાવોની ઉન્નત શ્રેણી ઉપર ચડી તે હવે કરણલબ્ધિમાં પ્રવેશ કરે છે. (૫) કરણલબ્ધિ
કરણ એટલે પરિણામ, ભાવ. કરણનો બીજો અર્થ વિશિષ્ટ સાધન પણ થાય છે. આ તબક્કામાં પ્રવેશેલા જીવનાં પરિણામોને કરણ એટલા માટે કહે છે કે એ દ્વારા નિયમથી તે જીવના મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય છે અને સમ્યગ્દર્શનરૂપી સૂર્યનો ઉદય થાય છે. આત્માને સમ્યકત્વ પ્રાપ્ત કરાવે એવા ભાવોની પ્રાપ્તિ થવી તે કરણલબ્ધિ છે. જેનાથી કર્મોની સ્થિતિનું અને એના રસનું ખંડન કરવાની શક્તિ ઊપજે એવું આત્મસામર્થ્યવિશેષ તે કરણલબ્ધિ છે. જેને અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન થવાનું હોય એવા ભાગ્યશાળી જીવને જ આ કરણલબ્ધિ પ્રાપ્ત થાય છે. આ કરણલબ્ધિવાળા જીવનાં પરિણામ સમયે સમયે નિર્મળ ને નિર્મળ થતાં જાય છે. ક્રમશઃ વધતી જતી નિર્મળતાથી તેના આત્મા ઉપર ચડેલ મિથ્યાત્વનાં પડળ ખરી પડે છે અને અંતર્મુહૂર્તમાં તેને સમ્યત્વ પ્રગટે છે.
પ્રાયોગ્યલબ્ધિમાં પ્રગટાવેલ ભાવોની ઉજ્વળતા કરણલબ્ધિમાં વિશેષ ને વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org