________________
૪૪૬
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમુદ્રમાં પોતે ડૂબી રહ્યો છે એવું ભાન થયું હોવાથી, આપમેળે બચી શકાય એમ નથી એવી પ્રતીતિ થઈ હોવાથી, સદ્ગુરુ મળતાં અને પોતાના આત્મા ઉપર તેમનો પ્રભાવ અનુભવાતાં તેને સદ્ગુરુ સાક્ષાત્ ભગવાન જ લાગે છે.
જિજ્ઞાસુ સુશિષ્ય સદ્ગુરુના સમાગમમાં અધ્યાત્મવાત સાંભળવાની આકાંક્ષા રાખે છે. તેની પાત્રતા જોઈને સગુરુ તેને તત્ત્વબોધનું દાન કરતાં જણાવે છે કે - જગતમાં સર્વ દ્રવ્યોનું ત્રિકાળ ભિન્નપણું છે. કોઈ એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યમાં નથી. સર્વ દ્રવ્યો પોતપોતાની સ્વરૂપમર્યાદામાં વર્તી રહ્યાં છે. કોઈ પણ દ્રવ્ય પોતાની સ્વરૂપમર્યાદાને ઉલ્લંઘીને પરમાં જતું નથી. પોતાના સ્વરૂપની મર્યાદા ઓળંગીને જીવ પરમાં જતો નથી અને પરદ્રવ્યો જીવની સ્વરૂપમર્યાદામાં આવતાં નથી. જીવાદિ છએ દ્રવ્યો અનાદિથી પોતપોતાનાં ગુણ-પર્યાય સહિત પોતપોતાના સ્વભાવમાં જ રહેલાં છે. છએ દ્રવ્યો એકબીજાથી નિરપેક્ષ રહેલાં છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી. અનાદિ-અનંત એવા પોતાના અસ્તિત્વને ટકાવી રાખી, દરેક દ્રવ્ય પ્રત્યેક સમયે પોતાની અવસ્થાઓ પલટાવતું રહે છે. કોઈ દ્રવ્ય એક સમય માટે પણ નિવૃત્ત થતું નથી. ચેતન-અચેતન સર્વ દ્રવ્યો નિરંતર પરિણમે છે. ચેતન ચેતનરૂપે પરિણમે છે, અચેતન અચેતનરૂપે પરિણમે છે. અનંતાનંત દ્રવ્યો એક જ સાથે, એક જ સમયે પોતપોતાનું પરિણમન કર્યા જ કરે છે, છતાં ક્યારે પણ કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનમાં હસ્તક્ષેપ કરતું નથી. દરેક દ્રવ્ય એકબીજાના પરિણમનમાં કોઈ પણ પ્રકારે સહાયરૂપ કે બાધારૂપ નહીં થતાં, નિરંતર પોતપોતાનું પરિણમન કરતાં રહે છે. પોતામાં, પોતાથી, પોતાનું પરિણમન સ્વતંત્રપણે થાય છે. વિશ્વનું પ્રત્યેક દ્રવ્ય સમયે સમયે સ્વતંત્રતાથી પોતપોતામાં પરિણમન કરતું જ રહે છે. પરનાં ગુણ-પર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈ પણ દ્રવ્ય પરના પરિણમનમાં કાંઈ કરતું નથી. ન તે પરની ક્રિયા કરે છે, ન પર પાસે પોતાની ક્રિયા કરાવે છે. દરેક દ્રવ્ય પોતાની પ્રયોજનભૂત ક્રિયા અન્યની સહાય વિના પોતે જ કરે છે. આ જ દ્રવ્યનો નિજધર્મ છે. આ જ વિશ્વની વ્યવસ્થા છે. બધાં જ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ પરિણમન કરતાં રહી, અનાદિ-અનંત વિશ્વની વ્યવસ્થા બનાવી રાખે છે.
શ્રીગુરુ કહે છે કે “પરમાં તું કંઈ પણ કરવા સમર્થ નથી. તેનો અર્થ એમ નથી કે તું લાચાર છે. વાસ્તવમાં તને પરની કોઈ જરૂર જ નથી. તું તારામાં પરિપૂર્ણ છે. તારે પરની ગુલામી કરવી પડે કે પરમાં ફેરફાર કરીને જ તું સુખી થઈ શકે એવું તારું સ્વરૂપ નથી. માત્ર એક તારા સ્વરૂપનું અવલંબન લેતાં અનંત સુખ પ્રગટે એવો તારો સ્વભાવ છે. અંતરસ્વભાવ તો શાંત રસનો સમુદ્ર છે. તું યથાર્થ નિર્ધાર કર કે સુખ, શાંતિ અને સલામતી સ્વભાવમાં છે, બહાર નથી. જગતના બાહ્ય પદાર્થોનાં પરિણમનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org