________________
ગાથા-૧૦૯
૪૪૩
યથાર્થપણે સમજાય. આસવાદિની સમજણ વિના આત્માની શુદ્ધ-અશુદ્ધ અવસ્થા સમજાતી નથી. આસવ-બંધના શ્રદ્ધાન વિના તે પૂર્વ અવસ્થાને શા માટે છોડે? સંવર-નિર્જરાનું શ્રદ્ધાન થયા વિના, રાગાદિથી રહિત થઈ પોતાના સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ કેવી રીતે થાય? જો આસવાદિનું શ્રદ્ધાન હોય તો આસવ-બંધનો અભાવ કરી, સંવરનિર્જરારૂપ ઉપાયથી મોક્ષપદને પામે. આ રીતે આસ્રવાદિના યથાર્થ શ્રદ્ધાન સહિત સ્વપરનું જાણવું કાર્યકારી છે. સાત કે નવ તત્ત્વને તેના યથાર્થ સ્વરૂપે જાણવાથી અને પ્રતીતિ કરવાથી મૂળ ભૂલ ટળે છે, તેથી પરથી આત્માના અત્યંત ભિન્નપણાનું શ્રદ્ધાન થાય છે તથા એકરૂપ, ત્રિકાળી, ધ્રુવ, શુદ્ધ ચૈતન્યમાં અહંપણું સ્થપાય છે. માટે જ પૂર્વાચાર્યોએ તત્ત્વાર્થના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. આ તત્ત્વાર્થનું શ્રદ્ધાન સદ્ગુરુ અને સત્શાસ્ત્રના શ્રદ્ધાનથી થાય છે. શ્રીમદ્ કહે છે
૧
“સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યગ્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.'૨
આપ્તપુરુષ તત્ત્વોનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થપણે સમજાવે છે. તેઓ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત (અથવા પુણ્ય તથા પાપ ઉમેરતાં નવ) તત્ત્વોના અર્થનું જ્ઞાન કરાવે છે. તેઓ જીવ-અજીવ તત્ત્વોની યથાસ્વરૂપે ઓળખાણ કરાવે છે. આસવ-બંધ આત્માનું અહિત કરનાર છે, માટે ત્યાગવા યોગ્ય છે તથા આસવ-બંધનો નાશ સંવ-નિર્જરા દ્વારા થવાથી પરમ હિતરૂપ મોક્ષ પ્રગટ થાય છે, માટે સંવર-નિર્જરા-મોક્ષ આદરવા યોગ્ય છે એમ તેઓ હેય-ઉપાદેયનો વિવેક કરાવે છે અને તે તત્ત્વો સંબંધી રહેલી વિપરીત માન્યતાને ટાળી તત્ત્વોનું સમ્યક્ શ્રદ્ધાન કરાવે છે. આમ, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર દ્વારા નવ તત્ત્વનું હાર્દ સમજાય છે, માટે આપ્તપુરુષ પ્રત્યેની શ્રદ્ધાને પણ જ્ઞાનીઓએ સમ્યગ્દર્શન કહ્યું છે. શ્રીમદ્ લખે છે
‘આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.'3
આપ્તપુરુષની તથા તેમનાં વચનની પ્રતીતિ થતાં, એટલે કે સદેવ-સદ્ગુરુસત્શાસ્ત્રનું શ્રદ્ધાન થતાં જીવનું ગૃહીત મિથ્યાત્વ ટળે છે. આપ્તપુરુષના બોધ દ્વારા તે ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૨ ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્ય વર્શનમ્ ।'
૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૧ (વ્યાખ્યાનસાર-૧, ૨૨૨) ૩- એજન, પૃ.૫૭૦ (પત્રાંક-૭૫૧)
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org