SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૮ ४३७ કહેવામાં આવ્યા હતા, તે જ ગુણો માત્ર થોડા શાબ્દિક ફેરફાર સાથે અહીં ફરીથી કહેવામાં આવ્યા છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – મુમુક્ષતાની યોગ્યતા માટે ચાર યથોક્ત મુમુક્ષુલક્ષણ અત્રે સ્પષ્ટ ઉપદેશ્યાં છે. આ જ વસ્તુ મુમુક્ષુ માટે અતીવ ઉપયોગી હોવાથી અત્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં કિંડિમ નાદથી ત્રણ વાર ઉદ્ઘોષી છે; ..... આ ચાર લક્ષણ સંપન્ન મુમુક્ષને મોક્ષમાર્ગનો ખરો જિજ્ઞાસુ કહ્યો છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘કષાયની ઉપશાંતતા, થાય જ્ઞાન બળયોગ; મટે અનાદિ કાળનો, રાજસ, તામસ રોગ. સુર નર સુખ વાંછા તજી, માત્ર મોક્ષઅભિલાષ, વિષય વાસના સર્વથા, જવા શ્રેષ્ઠ અભ્યાસ. ઘણું કર્યું થાક્યો હવે, વિરામ લેવા હેત; ભવે ખેદ અંતર દયા, સાચી આત્મસંકેત. સદ્ગુરુ વચનામૃત તણો, પાકો પૂર્ણ વિશ્વાસ; પડે નહીં મોહ પાસમાં, તે કહીએ જિજ્ઞાસ.' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૮૮ ૨- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૨૯-૪૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy