________________
૪૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૧) “કષાયની ઉપશાંતતા”
જિજ્ઞાસુ જીવને કષાયની ઉપશાંતતા હોય છે. કષાય કરવાથી આજ પર્યત જીવે અનેક દુઃખો સહન કર્યા છે. ક્રોધથી તાત્કાલિક મગજનો ઉકળાટ, માનભંગ વખતે મગજની બદલાતી સ્થિતિ, માયાથી દરરોજ ખોટો દેખાવ કરવાની પીડા અને લોભથી આખી જિંદગી સુધીની વેઠ આદિ અનેક દુઃખો પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મન ક્લેશિત હોય છે ત્યાં સુધી મન કોઈ પણ પ્રકારે સત્ય અને તટસ્થ નિરીક્ષણ કરી શકતું નથી. તે વખતે સ્વ-પરનું જે કાંઈ નિરીક્ષણ થાય છે તે મલિન હોય છે અને ચિત્તની સ્થિરતા માટે તે અવરોધરૂપ બને છે. તેમાંથી અનેક પ્રતિક્રિયાઓ ઊઠતી રહે છે. પ્રતિક્રિયાઓ વડે તે જીવ કોઈ પણ પરિસ્થિતિમાં ઉત્તેજના અનુભવે છે અને આકુળ-વ્યાકુળ થયા કરે છે. જે દુઃખરૂપ છે, દુઃખકારી છે અને આત્માનું અહિત કરવાવાળા છે - એવા આ કપાયભાવો હેય છે, ત્યાગવા યોગ્ય છે. કષાયની ઊપજથી સર્વને સર્વ કાળે દુઃખ અને કષાયના અભાવથી સર્વને સર્વ કાળે સુખ થાય છે. છતાં અજ્ઞાનાવસ્થામાં જીવ કષાયસેવનથી સુખ માને છે. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી “અધ્યાત્મકલ્પદ્રુમ'માં ફરમાવે છે કે ‘હે જીવ! કષાયસેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય, તેમાં વધારે સુખ કયું છે અથવા તો કષાયનું અને તેના ત્યાગનું પરિણામ કેવું આવે છે તેનો વિચાર કરીને, તે બન્નેમાંથી સારું હોય તે આદરી લે.'
જિજ્ઞાસુ જીવ કષાયનું અને કષાયત્યાગનું પરિણામ વિચારીને કષાયનો ત્યાગ કરવાનો દઢ નિશ્ચય કરે છે. ગમે તે સંયોગોમાં પણ મારે કષાય નથી કરવો' એવા નિશ્ચયબળ સહિત તે કષાયને ટાળવાનો ઉદ્યમ કરે છે. અનર્થકારી કષાયો કયાં કારણોથી ઉત્પન્ન થાય છે અને તેને શાંત કરવાના ઉપાયો કયા છે? તે સંબંધી વિચાર કરીને તે પોતાનાં મન, વચન અને કાયાથી કષાય ઉત્પન્ન થવાના હેતુઓનો ત્યાગ કરે છે અને તેને ઉપશમાવવાના હેતુઓનું સેવન કરે છે. તે કષાયની વૃત્તિ ઊઠે ત્યારે ત્યાંથી પાછો ફરે છે. પુનઃ કષાયભાવ ન જાગે તે સંબંધી વિચાર કરી દેઢ સંકલ્પપૂર્વક શાંત ભાવમાં રહેવાનો પ્રયત્ન કરે છે. તે પોતાની ભાવદશા પ્રત્યે જાગૃત રહે છે. તે નિરંતર કષાયને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો રહે છે.
જિજ્ઞાસુ જીવ કષાય માટેની પોતાની જવાબદારી સ્વીકારે છે. પહેલાં તે એમ માનતો હતો કે કષાય બીજાના કારણે થાય છે, માટે તે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને દોષ આપતો હતો, પરંતુ હવે તે સમજે છે કે કષાય થવામાં પોતે જ જવાબદાર છે. ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૭, શ્લોક ૬
'यत्कषायजनितं तव सौख्यं, यत्कषायपरिहानिभवं च । तद्विशेषमथवैतदर्क, संविभाव्य भज धीर विशिष्टम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org