________________
૪૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અધિકારીપણું પ્રાપ્ત થવું જોઈએ. શ્રીમદે મોક્ષમાર્ગના અધિકારી જીવનાં ચાર લક્ષણ દર્શાવ્યાં છે. જે જીવ આ ચાર લક્ષણથી સંપન્ન હોય તે જ જીવ મોક્ષમાર્ગ પામવાનો અધિકારી છે. એ ચાર લક્ષણ આ પ્રમાણે છે – (૧) “કષાયની ઉપશાંતતા' – ક્રોધાદિ કષાયોનું મંદપણું, પાતળા પડવાપણું. ઉદય આવેલા કષાયોને દેઢતાપૂર્વક, સમજણ સહિત શાંત પાડી દેવારૂપ કષાયની ઉપશાંતતા એ પ્રથમ લક્ષણ છે. મોક્ષમાર્ગનો અધિકારી તે છે કે જે કષાયોને મોળા પાડતો હોય, ઘટાડતો હોય. (૨) “માત્ર મોક્ષઅભિલાષ' – કેવળ મોક્ષની જ ઇચ્છા. અવિનાશી સત્સુખની પ્રાપ્તિ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટવાથી થતી હોવાથી, એકમાત્ર મોક્ષની જ અભિલાષા હોવી એ બીજું લક્ષણ છે. મોક્ષમાર્ગનો અધિકારી તે છે કે જે નિજ શુદ્ધતાની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની ઇચ્છા ધરાવતો ન હોય. (૩) “ભવે ખેદ' – ભવનો થાક, અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્ય. સંસારના વિષયોમાં આસક્તિ રાખવાથી જે સંસારપરિભ્રમણ થયું છે, તેનો થાક લાગવો એ ત્રીજું લક્ષણ છે. મોક્ષમાર્ગનો અધિકારી તે જીવ જ છે કે જે જીવ વિષયભોગોથી વિરક્ત થવાની ભાવના કરતો હોય. (૪) “અંતર દયા' – દુઃખથી છૂટે એવી લાગણી. સંસારપરિભ્રમણનાં દુઃખથી પોતાને છોડાવવાની ભાવના તે સ્વદયા અને બીજા જીવો દુઃખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા. પ્રાણીમાત્ર પ્રત્યે અંતરથી આવી દયા વર્તે એ ચોથું લક્ષણ છે. મોક્ષમાર્ગનો અધિકારી તે છે જેને બંધનયુક્ત સ્વાત્માની અનુકંપા વર્તતી હોય અને અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ તેવી જ દયાનો ઝરો વહેતો હોય.
ઉપર્યુક્ત લક્ષણોથી મોક્ષમાર્ગનો અધિકારી એવો જિજ્ઞાસુ જીવ ઓળખાય છે, અર્થાત્ મોક્ષમાર્ગના ખોજક એવા જિજ્ઞાસુ જીવમાં આ ચાર લક્ષણો અવશ્ય વિદ્યમાન હોય છે. કષાયની ઉપશાંતતા આદિ ચાર લક્ષણોના અભાવે પરમાર્થમાર્ગનો પ્રારંભ અશક્ય છે. એ ચાર ગુણોની પ્રાપ્તિ થવાથી મોક્ષમાર્ગનો મંગળ પ્રારંભ થાય છે. મોક્ષમાર્ગના ઇચ્છુક જીવો તેને પ્રાપ્ત કરવામાં વિશેષ ઉદ્યમી થાય તે અર્થે શ્રીમદે ભારપૂર્વક તેનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બે વખત (ગાથા ૩૮માં તેમજ પ્રસ્તુત ગાથામાં) વિવરણ કર્યું છે.
પ્રત્યેક જીવ અનંત શક્તિનો ધારક છે, પરંતુ કર્મોનું આવરણ હોવાથી તે વિશેષાર્થ). ૧૧] શક્તિ પૂર્ણપણે વ્યક્ત નથી થતી. તે શક્તિ વીઆંતરાય કર્મના ક્ષયોપશમ અનુસાર વ્યક્ત થાય છે. પ્રત્યેક જીવ વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org