SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પોતાના મત-વેષાદિના અભિનિવેશના કારણે જીવ અન્ય મતના વેષધારી સંતોને પોતાના ધર્મમતના વિરોધી સમજે છે. તે તેમનો વિનય તો કરતો નથી, પણ ઊલટું તેમની નિંદા કરે છે. ધર્મની સમજણના અભાવના કારણે અન્ય મતના વૈષધારી સંતોનો વિનય ન કરવામાં, તેમનો અપલાપ કરવામાં તેને ઉત્સાહ આવે છે. આવી ચેષ્ટા જીવની યોગ્યતાનો વિનાશ કરે છે અને તેમ કરીને તે પોતાનું ભવભ્રમણ વધારે છે. તેથી જીવે પોતાના કે પારકા વેષનો અભિનિવેશ મૂકીને સાચા સંતોનો વિનય કરવો જોઈએ. જીવ જો આગ્રહનો ત્યાગ કરશે તો જ તેનું કલ્યાણ થશે. શ્રીમદ્ કહે છે ૪૧૮ ‘જે જીવ કદાગ્રહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હોય પણ જે કદાગ્રહરહિતપણે શુદ્ધ સમતાથી પોતાનાં આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે.’૧ ‘અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે.'૨ આમ, આ ગાથામાં શ્રીમદ્ કહે છે કે જાતિ અને વેષ બન્ને દેહાશ્રિત છે. તેના આશ્રયે મોક્ષ પ્રાપ્ત થતો નથી. વળી, તેના આગ્રહથી તો સંસારપરિભ્રમણ જ છે. તેથી બાહ્ય જાતિ, વેષ, ઉપકરણો આદિનો આગ્રહ ન રાખવો, પણ અંતરના ખરા સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ઓળખીને તેની ઉપાસનામાં તત્પર રહેવું જોઈએ. જ્ઞાનીઓએ બતાવેલા માર્ગે પ્રયત્ન કરવાની ધગશ રાખી, જ્યાં આગ્રહ અને ક્લેશની વાત આવે ત્યાંથી ખસીને સ્વકલ્યાણમાં લાગવું જોઈએ. આ ગાથાની યોજના પાછળ શ્રીમદ્ગો આશય બતાવતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે છ ‘ગ્રંથકારની યોજના એવા પ્રકારની પણ સંભવે છે કે, જેઓ આ પદપૂર્વક વસ્તુને પામ્યા છે તેઓને વેષાદિ વ્યવહારમાં દુરાગ્રહબુદ્ધિ રહેવી ન જોઈએ.'૩ જીવને જ્યારે ધર્મના સત્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે જ તેને સાચી અને સ્થાયી પક્ષપાતરહિતતા પ્રગટે છે. ધર્મનું સ્વરૂપ ન સમજાયું હોય તો તેને બાહ્ય જાતિવેષ આદિ પ્રત્યે પક્ષપાત રહે છે. તે અમુક પ્રકારનાં જાતિ-વેષને જ મોક્ષનું કારણ માને છે અને તેનો આગ્રહ કરે છે. તે અન્ય જાતિ-વેષનો નિષેધ કરે છે. તે અન્ય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૯ (ઉપદેશછાયા-૮) ૨- એજન, પૃ.૭૦૨ (ઉપદેશછાયા-૬) ૩- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ’, પ્રસ્તાવના, પૃ.૨૪ Jain Education International ..... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy