________________
૩૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
‘આ સૂત્રમાં સાદામાં સાદા શબ્દોમાં સદ્ગુરુ ભગવાને કેવી અર્થગૌરવભરી તત્ત્વવાર્તા ભરી દીધી છે? “હે શિષ્ય” “તેં” એમ વાત્સલ્ય ભાવભર્યા સંબોધનથી કેવો તાદાભ્ય આત્મ-સંબંધ બાંધ્યો છે? “છ પદના છ પ્રશ્નો તે વિચાર કરીને પૂછડ્યાં, તેના પ્રત્યે સદ્દગુરુ ભગવાને કેવી પ્રસન્નતા દાખવી છે? આ છ પદના નિશ્ચયની સર્વાગતામાં જ મોક્ષમાર્ગનો - આત્મસિદ્ધિમાર્ગનો કેવો અનન્ય નિશ્ચય કરાવ્યો છે? “એકાંત' બદલે “અનેકાંતથી” અને “અવિચાર' બદલે “સુવિચારથી' કેવું મોક્ષમાર્ગનું સમ્યગદર્શન કરાવ્યું છે?’ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે --
‘ષપદનાં ષપ્રશ્ન તેં, મન રાખી સદ્ભાવ; સરલપણે માધ્યસ્થતા, બુદ્ધિને અનુસાર. આત્માર્થે તે સમજવા, પૂક્યાં કરી વિચાર; એવી જો છે યોગ્યતા, તે સુકૃત્યનું સાર. પુણ્યોદયથી પામ તું, આત્માદિ ષસ્થાન; તે પદની સર્વાગતા, સમજી કાર્ય કલ્યાણ. પદ પંચમના સાધ્યથી, છકે સદ્વ્યવહાર; અનુસંધાન સ્વરૂપનું, મોક્ષમાર્ગ નિર્ધાર.'
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૭૬ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૦-૨૪૧ (શ્રી ગિરધરભાઈ રચિત 'શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૨૧-૪૨૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org