________________
ગાથા-૧૦૫
૩૭૩ અમુક મત-પંથની ધજાવાળાને જ પ્રવેશ મળે અને અન્યને જાકારો મળે. ગમે તે મતપંથમાં રહીને પણ જો જીવ કષાયરહિત બને તો તે અચૂક મુક્તિ પ્રાપ્ત કરે. જે જીવ જૈન ધર્મનાં ક્રિયાકાંડ કરતો હોય કે અન્ય મત-પંથનાં ક્રિયાકાંડ કરતો હોય કે કોઈ પણ ક્રિયાકાંડ ન આચરતો હોય, પણ જો તે સ્વાર્થ, દ્વેષ, ઈર્ષા, મદ, માન, ક્રોધ, તૃષ્ણા આદિ દોષોથી ઉપર ઊઠી સરળતા, ક્ષમા, પ્રેમ, કરુણા, નમતા વગેરે આત્મિક ગુણવૈભવથી સંપન આત્મતૃપ્ત બને તો તે અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. સાધક શ્વેતાંબર હોય કે દિગંબર, જૈન હોય કે બૌદ્ધ, શૈવ હોય કે વૈષ્ણવ; તેને જો ઉપરોક્ત આંતરિક ગુણો પ્રાપ્ત થાય તો તેની મુક્તિ નિશ્ચિત છે એમ જ્ઞાનીઓ કહે છે.
સાધનાના બે અંશ છે - એક આંતરિક અને બીજો બાહ્ય. ક્ષમા, સરળતા, નમતા, નિરીહતા વગેરે ગુણોરૂપે વ્યક્ત થતી ભાવવિશુદ્ધિ તે સાધનાનો આંતરિક અંશ છે અને એની પ્રાપ્તિ અર્થે વિધિ-નિષેધ, વ્રત, નિયમ, અનુષ્ઠાનાદિ ઉપદેશાયાં છે તે સાધનાનો બાહ્ય અંશ છે. સાધનાના બન્ને અંશનું વિવેકપૂર્ણ સમુચિત મૂલ્યાંકન થવું જરૂરી છે. સાધનાના બાહ્ય અંશને અંતિમ લક્ષ્ય માનીને તેમાં જ જીવ રોકાઈ જાય તો સાધનાના માર્ગ ઉપર આગળ વધવાનું શક્ય બનતું નથી. સાધનાનો મહત્ત્વનો અત્યંતર અંશ અસ્પષ્ટ અને કમજોર રહી જાય છે. તેનો અભ્યાસ કરવો તો દૂર રહ્યો, તેને પુષ્ટ કરવાની વાત ઉપર વિચારણા પણ થતી નથી. સાધનાના અંશોનાં સાચાં મૂલ્યાંકનના અભાવે સાધનાનો સર્વાગીણ અને સમુચિત વિકાસ થતો નથી. સાધનાના અત્યંતર અંગની અવહેલના કરીને બાહ્ય અંગની અતિશયોક્તિ કરવામાં આવે તથા તેનો આગ્રહ કરવામાં આવે તો તે જીવ માટે ભયંકર રોગ સાબિત થાય છે. તેનાથી બચવા માટે સાધનાનાં બન્ને અંગોનો સમુચિત વિકાસ થવો આવશ્યક છે. તે અર્થે દરેક અંગનું સાચેસાચું અને યોગ્ય મૂલ્યાંકન થતું રહે એ જરૂરી છે.
| ક્રિયાકાંડ એ સાધનાનું બાહ્ય અંગ છે. તેનું અત્યંતર અંગ ક્ષમા, દયા, પ્રેમ, કરુણા વગેરે છે. સાધનાનું બાહ્ય માળખું કેવું ઘડાય છે તેનો આધાર છે સાધકની બાહ્ય-અંતર પરિસ્થિતિ. સાધકોને પ્રાપ્ત જુદા જુદા દેશ-કાળ-સંયોગો અનુસાર તેમની સાધનાનો બાહ્ય દેહ ઘડાય છે. દેશ-કાળ-સંયોગ બદલાતા રહે છે તેમ સાધકનો બાહ્ય વ્યવહાર પણ બદલાતો જાય છે, તેથી સાધનાનું બાહ્ય સ્વરૂપ સદા સૌને માટે એકસરખું નથી હોતું. સાધનામાં અમુક જ ક્રિયાકાંડ કરવા એવું અનિવાર્ય નથી હોતું. સાધના એ તો વિવેકનો માર્ગ છે. જે ક્ષેત્રે, જે સમયે, જે યોગ્ય હોય તે; તે પ્રમાણે જાગૃત રહી સ્વલક્ષે સત્સાધન કરવું એ છે સાધનામાર્ગનું રહસ્ય.
આમ, સાધનાનું બાહ્ય કલેવર દેશ, કાળ અને પરિસ્થિતિ અનુસાર બદલાયા કરે છે. તે સંયોગો ઉપર આધારિત હોવાથી નિત્ય નથી, પરિવર્તનશીલ છે તેમજ તે ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org