________________
ગાથા - ૧૦૫
ગાથા ૧૦૪માં કહ્યું કે ક્રોધાદિ ભાવોથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિ [28] ભાવોથી ક્રોધાદિ ભાવ હણાય છે. આનો પ્રત્યક્ષ અનુભવ સર્વને છે અને
ભૂમિકા એમાં કોઈને પણ સંદેહ પડે તેવું નથી.
આમ, ગાથા ૯૨માં શિષ્ય કરેલી શંકા, “હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?’નું સચોટ સમાધાન શ્રીગુરુએ ગાથા ૯૮ થી ૧૦૪ સુધીમાં કરી, અવિરોધ મોક્ષમાર્ગની પ્રતિષ્ઠા કરી. હવે ગાથા ૯૩માં મોક્ષના ઉપાયની શંકાના સંબંધમાં શિષ્ય જે બીજી દલીલ કરી હતી તેનું સમાધાન પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ કરશે.
ગાથા ૯૩માં શિષ્ય કહ્યું હતું કે “અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક', અર્થાત્ જગતમાં ઘણાં મત અને દર્શન પ્રવર્તે છે, જે જુદા જુદા મોક્ષમાર્ગ બતાવે છે; તેમાંથી કયો માર્ગ લેતાં મોક્ષ મળશે તેનો નિર્ણય કરવો કઠિન છે. વિભિન્ન વિચારશ્રેણીવાળા અનેક ધર્મ-મત-પંથની માન્યતાઓ સાંભળી શિષ્યની મતિ મૂંઝાઈ ગઈ છે અને ક્યા ધર્મ-મત-પંથ દ્વારા નિર્દિષ્ટ ક્રિયાકાંડોસાધનાપદ્ધતિ અપનાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય તેનો નિર્ણય તે કરી શકતો નથી. તેની આ મૂંઝવણનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે –
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” (૧૦૫) આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, અર્થ)
માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા.
અહીં “જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધના થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જે વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય', એમ જિને કહ્યું છે, અને “જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. (૧૦૫)
ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org