________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શિષ્યની જિજ્ઞાસરૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુના મુખે તે દલીલોનું સમાધાન ત્રણ ગાથાઓ(૮૯-૯૧)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે મોક્ષપદને સિદ્ધ કરી આપ્યું છે.
અન્ય મતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી “મોક્ષ છે' એ પાંચમા સ્થાનકની શંકાના સમર્થનમાં દલીલ રજૂ કરતાં પ્રથમ ગાથામાં શિષ્ય કહે છે –
“કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; ગાથા
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ.' (૮૭) કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમકે અનંતકાળ થયો તોપણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. (૮૭)
આ જીવ કર્મનો કર્તા તથા ભોક્તા છે એમ તો ઉપરની ચર્ચાથી શિષ્યને ભાવાર્થ
1 બરાબર સમજાયું છે; પરંતુ આ આત્મા કર્મોનાં બંધનમાંથી મુક્ત થાય છે, આત્માને કર્મો લાગતાં સર્વથા બંધ થઈ જાય છે - આ વાત તેને યુક્તિસંગત લાગતી નથી, કારણ કે આજ સુધી અનંત કાળ વીતી ગયો છે, છતાં પણ કર્મબંધ થવામાં કારણભૂત એવા રાગ-દ્વેષ આદિ જે દોષ આત્મામાં છે તે હજુ ટળ્યા નથી. તે દોષ હજી પણ વિદ્યમાન છે, તેથી શિષ્યને મોક્ષની સંભાવના જણાતી નથી.
શ્રીગુરુની અમૃતવાણી ઉપર અંતરથી વિચાર કરતાં શિષ્યને આત્માનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ દૃઢપણે ભાસે છે, પરંતુ સકળ કર્મથી આત્માની મુક્તિ થઈ શકે એમ તેને લાગતું નથી. અનંત કાળથી કર્મ સહવાનું અને તેનાં ફળ ભોગવવાનું ચક્ર અવિરતપણે ચાલ્યા કરે છે. આજ પર્યત એ ચક્ર અટક્યું નથી અને જીવનો મોક્ષ થયો નથી. જો જીવનો મોક્ષ થતો હોય તો અનંત કાળ વીતી ગયો છતાં હજુ સુધી તેનો મોક્ષ કેમ થયો નહીં? કર્મ કરવારૂપ દોષ અનાદિ કાળથી થતો આવ્યો છે અને વર્તમાનમાં પણ હજી કર્મ કરવારૂપ દોષ વર્તે છે; અને તેથી કર્મ કરવારૂપ દોષ સર્વથા ટળી શકે એમ નથી એવું શિષ્ય માનતો હોવાથી, જીવને કર્મબંધનથી નિવૃત્ત થવારૂપ મોક્ષ નથી એમ તેને ભાસે છે.
a મોક્ષ એ ભારતીય દર્શનોનું કેન્દ્રબિંદુ છે. મોક્ષ શબ્દ મુંદ્' ધાતુથી
=] બનેલો છે. તેનો અર્થ ‘સ્વતંત્ર થવું', “છુટકારો મેળવવો” એવો થાય છે. ચાર્વાક દર્શનને બાદ કરતાં સર્વ દર્શનોએ મોક્ષનો અર્થ જન્મ-મરણના ફેરામાંથી છુટકારો મેળવવો એવો કર્યો છે. વિવિધ દાર્શનિક ગ્રંથોમાં મોક્ષનો નિર્દેશ મુક્તિ, નિર્વાણ, સિદ્ધિ, સિદ્ધગતિપ્રાપ્તિ, અનંતની પ્રાપ્તિ, પરમાત્મલીનતા, બહ્મ ઐક્ય, અહંશૂન્યતા ઇત્યાદિ વિવિધ નામોથી કર્યો છે. જુદા જુદા દર્શનોમાં મોક્ષ માટે મુક્તિ, નિર્વાણ, નિવૃત્તિ,
વિશેષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org