________________
ગાથા-૧૦૪
३४८
બેંકના નથી, ઉપચારમાત્રથી તે બેંકના કહેવાય છે; તેમ વિકારી ભાવ આત્માની પર્યાયમાં થતા હોવાથી અપેક્ષાએ તેને આત્માના ભાવ કહી શકાય, પણ તે આત્માનો સ્વભાવ નથી. સ્વભાવમાં તો તે વિકારી ભાવોનો ત્રણે કાળમાં અભાવ જ છે.
જીવ ત્રિકાળી, શુદ્ધ, ચૈતન્યદ્રવ્ય છે. તે ઉત્પત્તિ તથા નાશના સ્વભાવવાળી ક્ષણિક અવસ્થારૂપ નથી. જીવની વિકારરૂપ મલિન અવસ્થા સ્થાયી રહેતી નથી. આત્મામાં જ થતી હોવા છતાં તે અવસ્થા ત્રિકાળી નથી. જીવ જો તે રૂપ હોય તો તેના નાશ સાથે જીવનો પણ નાશ થઈ જવો જોઈએ, પણ તેમ થતું નથી. જે ટકે તે જ જીવનો સ્વભાવ હોય. વિકારી ભાવ તો પરના આશ્રયે ઉત્પન્ન થયેલા મહેમાનરૂપ ભાવ છે. તેને પોતાના ગણવા એ મૂર્ખતા છે. જેમ એક જ માતાની કૂખે પુત્ર અને પુત્રી બને જન્મે છે, પરંતુ પુત્રીને જન્મતાવેંત ‘પરાયું ધન’ કે ‘પારકી થાપણ' ગણવામાં આવે છે. તેની સાથે થતો વ્યવહાર પણ જદા પ્રકારનો જોઈ શકાય છે તથા પત્રીને આજીવન પોતાના ઘરે રાખવાનો વિચાર તો કોઈ મૂર્ખ જ કરે; તેમ જ્ઞાન અને વિકાર બને આત્મપ્રદેશમાંથી જન્મે છે, પરંતુ વિકાર પરાશ્રિત ભાવ છે, વિનાશી છે, અસાર છે. તેને પોતાના ગણવાની ચેષ્ટા તો કોઈ મૂઢ જ કરે!
અજ્ઞાની જીવને ભાન નથી કે પોતે વિકારથી અલગ છે. તે ક્રોધાદિ વિકારો સાથે તદાકાર થઈ જાય છે. કોઈ તેને ગાળ આપે છે તો તેને ક્રોધ આવે છે અને એ ક્ષણે તે ક્રોધ સાથે તદાકાર થઈ જાય છે. તે ભૂલી જાય છે કે ક્ષણભર પહેલાં ક્રોધ ન હતો ત્યારે પણ પોતે તો હતો, ક્ષણભર પછી ક્રોધ ચાલ્યો જશે ત્યારે પણ પોતે તો હશે જ; તો ક્રોધ વચમાં આવેલો વિકારી ભાવ છે. ક્રોધે પોતાને ગમે તેટલો ઘેરી લીધો હોય છતાં એ પોતાનો સ્વભાવ નથી. જેમ શરીરમાં તાવ ભરાયો હોય ત્યારે શરીરનું એક એક અણુ તાવથી અભિન લાગે છે. પણ તાવ કાયમ માટે રહેતો નથી અને તાવ ઊતરી ગયા પછી પણ શરીર રહે છે. એ જોતાં સમજાય છે કે બન્ને ભિન્ન જ હતા. તેમ ઘોર મિથ્યાત્વના પડળના કારણે ભલે એમ લાગે કે પોતે અને વિકાર અભિન્ન છે, પરંતુ વિકાર શમી ગયા પછી પણ પોતે તો રહે જ છે. એ જોતાં સમજાય છે કે જે આવે છે અને જે જાય છે તે પોતાનો સ્વભાવ નથી, પણ જે ત્રણે કાળ પોતાની સાથે રહે છે તે જ પોતાનો સ્વભાવ છે.
આથી નિર્ણત થાય છે કે પરભાવ જીવમાં થવા છતાં તે જીવનો સ્વભાવ નથી. શુદ્ધ આત્મા અનાદિ, અનંત, નિત્ય અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ સ્વરૂપ છે. તેની પર્યાયમાં શુભાશુભ ભાવ કરવાની યોગ્યતા છે, તોપણ એ શુભાશુભરૂપ આત્મસ્વભાવ નથી. જ્ઞાયકવસ્તુ શુભ અને અશુભ ભાવરૂપે થતી નથી. જ્ઞાયકભાવ પ્રકાશસ્વરૂપ છે, જ્યારે શુભાશુભ ભાવ છે તે અંધકારસ્વરૂપ છે. શુભાશુભ ભાવ આત્માના વૈભાવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org