________________
ગાથા - ૧૦૪
'અથ
- ગાથા ૧૦૩માં શ્રીગુરુએ મોહનીય કર્મને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, ભૂમિકા
એમ બે પ્રકારમાં વિભક્ત કરીને તેના નાશના અચૂક ઉપાય તરીકે બોધ અને વીતરાગતા બતાવ્યાં.
મોહનીય કર્મ જે રસ્તે નાશ થાય તે જ મોક્ષપંથ છે એમ આગલી ગાથાઓ દ્વારા સ્પષ્ટ કર્યા પછી, હવે આ ગાથામાં મોક્ષના સચોટ ઉપાયરૂપે જીવે પ્રયોગાત્મક ધોરણે શું કરવું જોઈએ તે સમજાવ્યું છે. સ્વરૂપની પ્રતીતિ અને સ્વરૂપમાં સ્થિરતા વડે કર્મબંધનું અટકવું થાય છે. આ તથ્યને સામાન્ય જનો પણ સમજી શકે એવા દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે, જેથી મોક્ષમાર્ગ સંબંધીનો નિશ્ચય દઢ થાય. મોક્ષમાર્ગ સંબંધી સંદેહરહિત નિશ્ચય કરાવતાં શ્રીગુરુ કહે છે –
“કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; (ગાથા
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ?' (૧૯૪) તે ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે;
*| અર્થાત્ ક્ષમાં રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો? (૧૦૪)
કર્મબંધનો છેદ કરવા માટે પ્રથમ કર્મબંધ થવાનાં કારણો સમજવાં જોઈએ.
૧] જે કારણોથી બંધ થાય, એનાં પ્રતિપક્ષી કારણોથી બંધ છેડાય એ વાત નિર્વિવાદ છે. ક્રોધાદિ બંધભાવ હોવાથી તેનાથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિ અબંધભાવ હોવાથી તેનાથી કર્મબંધનો નિરોધ થાય છે. ક્ષમાદિ વીતરાગભાવમાં રહેવાથી ક્રોધાદિ વિકારી ભાવ હણાય છે તે પ્રત્યક્ષ અનુભવની વાત છે, અર્થાતુ ક્રોધાદિ કષાય કરવાથી ઉત્પન્ન થતી વ્યાકુળતા અને ક્ષમાદિ અકષાયી ભાવથી થતી નિરાકુળતાનો અનુભવ સર્વને થાય છે. ગમે તે સંજોગોમાં ક્ષમાદિ અકષાયી ભાવ રાખવાથી ક્રોધાદિ કષાયભાવ હણાય છે. ક્ષમાં રાખવાથી ક્રોધ રોકી શકાય છે. લઘુતા રાખવાથી માન રોકી
ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org