________________
ગાથા-૧૦૩
૩૩૫ અનંત સંસારનું મૂળ છેદાઈ જાય છે. શ્રીમદ્ લખે છે –
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યફદર્શન થાય છે.’૧
આમ, જે જીવના અંતરમાં સાચી મુમુક્ષતા જાગે છે, તે જીવ આત્માનું સ્વરૂપ તથા તેનો અગાધ મહિમા જ્ઞાની પાસેથી જાણીને લક્ષગત કરે છે અને પછી વારંવારના અભ્યાસ વડે પરિણામને તેમાં જોડીને, અંતર્મુખ ઉપયોગ વડે અનુભવ સહિત તેનું સાક્ષાત્ દર્શન કરે છે. ઉપયોગ આત્મામાં જોડાતાં અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. ગોળના રવામાં છરી મારે તો તેનો નમૂનો બહાર આવે છે, તેવી જ રીતે આત્મા ત્રિકાળી આનંદનો રવો છે. તેમાં જો ઉપયોગની છરી મારવામાં આવે તો જરૂર તેમાંથી ત્રિકાળી આનંદનો નમૂનો બહાર આવે, સિદ્ધદશાના સુખનો અંશ અનુભવ થાય. આ પ્રમાણે શ્રીગુરુના બોધનો વારંવાર વિચાર કરવાથી, તે બોધનું ભાવભાસન થવાથી, ઉપયોગ અંતર્મુખ થતાં વિપરીત અભિપ્રાયરહિત, શુદ્ધ આત્માની અનુભવ સહિતની જે પ્રતીતિ થાય છે તેનું નામ સમ્યગ્દર્શન છે.
અનાદિ કાળથી જીવે કેવળ બાહ્ય ક્રિયા અને બાહ્ય સાધનના સેવન દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની કલ્પના કરી છે. બાહ્યદૃષ્ટિવાળા અજ્ઞાની જીવે અનાદિથી દેહની બાહ્ય ક્રિયાઓમાં ધર્મ માન્યો છે. તે તપાદિ દ્વારા સ્વરૂપની નિકટ આવવાને બદલે, આહાર ન ખાઈને ધર્મ કર્યાની માન્યતા કરી, તેનાથી સંતોષાઈ જાય છે. જેમ એક બાઈ કમોદ ખાંડતી હતી. દાણા કસદાર હોવાથી ઉપર દેખાતા ન હતા, ઉપર તો ફક્ત ફોતરાં દેખાતાં હતાં. તે જોઈને, ચોખા મેળવવા માટે ‘આ બાઈ ફોતરાં ખાંડે છે' એમ સમજીને બીજી એક બાઈ ઘરે જઈને ફોતરાંનો ઢગલો ખાંડવા બેઠી. પરંતુ ફોતરાં ખાંડવાથી કાંઈ ચોખા મળે? તેમ ભગવાને મુનિદશામાં આત્માનુભવની દશાના આનંદનું વેદન કરતાં કરતાં ચૈતન્યના પ્રતપનરૂપ તપ કર્યું હતું, તેમને આહારની ઇચ્છા સહેજે છૂટી ગઈ હતી. ભગવાનની અંતરદશા નહીં સમજનારા જીવો તો આહાર ન વાપર્યો તેને જ તપ માની લે છે અને એ રીતે પોતે પણ આહાર ન કરીને તપ કર્યું એમ માની લે છે. તેઓ ફોતરાં ખાંડવા જેવું કરે છે. અંતરની કસદાર શુદ્ધ પરિણતિને તેઓ જોતા નથી, ભગવાનને અતીન્દ્રિય આનંદનું જે વેદન હતું તેને તેઓ જોતા નથી અને આહાર ન કરીને “અમે પણ ભગવાન જેવું તપ કરીએ છીએ' એમ માને છે. આ મોટી ભ્રમણા છે. જ્ઞાનીઓ કહે છે કે કોઈ જીવ ઘણી તપસ્યા કરે, ઘણા પરિષહ સહન કરે, ઘણા શાસ્ત્ર ભણે; પણ જો તેની દેહાત્મબુદ્ધિ ટળે નહીં તો તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨૫ (પત્રાંક-૩૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org