________________
ગાથા-૧૦૩
૩૨૭
પુરુષાર્થરૂપી સોઈ ભોંકવામાં આવે તો સંસારવૃક્ષને પોષણ મળતું અટકી જાય છે અને તે શીધ્ર નાશ પામે છે.*
મોહનીય એટલે મૂંઝવનાર. જે કર્મ શ્રદ્ધામાં કે ચારિત્રમાં મૂંઝવે, અર્થાત્ તત્ત્વાનુસારી માન્યતા ન થવા દે અથવા તત્ત્વાનુસારી પ્રવૃત્તિ ન કરવા દે તે મોહનીય કર્મ છે. તે આત્માને મૂર્શિત કરી વિકલ કરે છે, વ્યાકુળ કરે છે. આ મોહનીય કર્મના બે પ્રકાર છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય કર્મના નિમિત્તે જીવનો શ્રદ્ધા ગુણ વિકૃત બને છે અને ચારિત્રમોહનીય કર્મના નિમિત્તે જીવનો ચારિત્ર ગુણ વિકૃત થાય છે. મોહનીય કર્મના આ બે મુખ્ય ભેદ છે. તેના ઉત્તર ભેદો અઠ્યાવીસ છે. તે આ પ્રમાણે –
મોહનીય
દર્શનમોહનીય
ચારિત્રમોહનીય (૩)
કષાય
નોકષાય
(૧૬) જીવાદિ તત્ત્વોની શ્રદ્ધામાં મૂંઝવણ ઊભી કરે એટલે કે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા (સમ્યત્વ)માં દૂષણ લગાડે અથવા મૂળથી જ શ્રદ્ધા ઉત્પન ન થવા દે તે દર્શનમોહનીય. દર્શનમોહનીયના ત્રણ પ્રકાર છે – (૧) મિથ્યાત્વ મોહનીય – જે કર્મના ઉદયથી જીવાદિ તત્ત્વ વિષે યથાર્થ શ્રદ્ધા ન થાય અને વિપરીત માન્યતા થાય તે મિથ્યાત્વ મોહનીય. (૨) મિશ્ર મોહનીય – જે કર્મના ઉદયથી જીવાદિ તત્ત્વ વિષે આ જ સત્ય છે એવી શ્રદ્ધા ન થાય તથા આ અસત્ય છે એવી અશ્રદ્ધા પણ ન થાય, કિંતુ મિશ્ર ભાવ રહે તે મિશ્ર મોહનીય. (૩) સમ્યકત્વ મોહનીય – જે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા સમ્યકત્વમાં - શ્રદ્ધામાં દૂષણ લાગે તે સમ્યકત્વ મોહનીય. આ કર્મના ઉદયથી સમ્યકત્વ નષ્ટ થતું નથી પણ દૂષિત થાય છે.
આત્મસ્થિરતામાં મૂંઝવણ ઊભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી સ્થિરતામાં દૂષણ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, પ્રશમરતિ', શ્લોક ૨૬૭
'मस्तकसूचिविनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org