________________
૩૧૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકતિ આવરતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુઝવે છે માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વજ્ઞાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે.'
આત્માના મૂળ ગુણને દાબી દેવાની શક્તિ ધરાવતાં હોવાથી ઘાતી કર્મો બળવાન છે અને એ ચાર ઘાતી કર્મોમાંથી પણ મોહનીય કર્મ સૌથી વધારે જોરાવર છે, કારણ કે તે આત્માને મૂર્શિત કરી વિકળ કરે છે. મોહનીય કર્મ આત્માના ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્ર ગુણને દબાવીને તેમાં મિથ્યાત્વ તથા રાગ-દ્વેષરૂપ વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. મોહનીય કર્મના ઉદયમાં જીવનો ઉપયોગ જોડાતાં જીવ સ્વ-પરની ભેળસેળ કરી બેસે છે. જે પોતે નથી તેમાં હુંપણાનો આરોપ કરે છે. પરસંયોગમાં “આ હું છું' અને “આ મારું છે' વગેરે અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ કરે છે. હું શુદ્ધાત્મા છું' એમ માનવાને બદલે શરીરને ‘હું' માને છે. નિજ શુદ્ધાત્માનું ભાન ન હોવાથી વિપરીત માન્યતા અને આચરણમાં સરી પડી કર્મ બાંધે છે. આમ, મોહનીયના કારણે
સ્વરૂપભાંતિ તથા રાગાદિ વિભાવ થતાં હોવાથી તે સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ થાય છે.
નવીન કર્મનો બંધ મોહનીય કર્મના કારણે થાય છે. બીજાં સાત કર્મ નવીન કર્મબંધનું કારણ થતાં નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના કારણે ઊપજેલા ભાવોથી નવો કર્મબંધ થતો નથી. જ્ઞાન-દર્શન-વીર્ય જીવનો સ્વભાવ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મોના ક્ષયોપશમથી તે જેટલો પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો જ અંશ છે, કર્મોદયજન્ય ઔપાધિક ભાવ નથી અને એ કર્મોના કારણે જેટલો જ્ઞાન-દર્શન-વીર્ય સ્વભાવ પ્રગટ નથી, તેટલાનો તો તે કાળમાં અભાવ હોય છે. હવે સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજસ્વભાવ જો બંધનું કારણ હોય તો બંધથી છૂટવું કઈ રીતે થઈ શકે? વળી, એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન-દર્શન-વીર્ય અભાવરૂપ છે, તે વડે પણ બંધ થતો નથી, કેમ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે, ત્યાં તે અભાવ અન્યનું કારણ કેવી રીતે થાય? તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ નવીન કર્મબંધનાં કારણે થતાં નથી. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૦-૬૮૧ (ઉપદેશનોંધ-૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org