________________
ગાથા - ૧૦૨
ભૂમિકા
ગાથા
- ગાથા ૧૦૧માં શ્રીગુરુએ જણાવ્યું કે આત્મા ત્રિકાળી છે, ચૈતન્યસ્વરૂપ છે
1 તથા બધા પ્રકારના વિકારી ભાવો અને દેહાદિ સંયોગોથી રહિત છે. આ ત્રિકાળી સ્વરૂપનું લક્ષ કરવાથી શુદ્ધાત્મા પ્રગટે છે. આ જ મોક્ષનો ઉપાય છે.
આમ, વિકારોની મલિનતાથી મુક્ત થવું તે જ મોક્ષપંથ છે એમ શ્રીમદે શ્રીગુરુમુખે જુદી જુદી રીતે ગાથા ૯૮-૧૦૧ સુધીમાં બતાવી, ગાથા ૯૨ના પૂર્વાર્ધમાં શિષ્ય રજૂ કરેલ શંકા “નહીં અવિરોધ ઉપાય”નું સચોટ સમાધાન આપ્યું. અત્યાર સુધી ભાવકર્મ ટાળવાની મુખ્યતાએ મોક્ષપંથની રીત સમજાવી હતી. હવે ગાથા ૯૨ના ઉત્તરાર્ધમાં રજૂ થયેલ શિષ્યની દલીલ “કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?'નો પ્રત્યુત્તર ત્રણ ગાથાઓ (૧૦૨-૧૦૪) દ્વારા આપે છે, જેમાં દ્રવ્યકર્મ ટાળવાની મુખ્યતાએ કથન કર્યું છે. દ્રવ્ય કર્મ સંબંધી કથન કરતી આ પ્રથમ ગાથામાં શ્રીગુરુ કહે છે –
“કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” (૧૦૨) ત કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય
છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. (૧૨)
- સંસારમાં દરેક જીવ સાથે અનંતાં કર્મરૂપ પગલપરમાણુ અનાદિ કાળથી L૧૧૧બંધાયેલાં છે. દરેક સમયે તેમાંથી કેટલાંક પુદ્ગલપરમાણુ છૂટાં પડે છે તો કેટલાંક નવાં આવી મળે છે. આત્માના રાગાદિ ભાવોના કારણે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલ આત્મા સાથે બંધાય છે. જીવ જ્યારે સ્વભાવમાં ન રહેતાં વિભાવરૂપે પ્રવર્તે છે ત્યારે કર્મબંધ થાય છે. જીવને થતા વિભાવો અનંત પ્રકારના છે અને વિભાવ પ્રમાણે કર્મબંધ થતો હોવાથી કર્મના પ્રકાર પણ અનંત છે. આ અનંત પ્રકારનાં કર્મોના મુખ્ય આઠ વિભાગ છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનને આવરણ આવે છે. દર્શનાવરણીય કર્મથી દર્શનને આવરણ આવે છે. વેદનીય કર્મથી શાતા-અશાતારૂપ સંજોગ પ્રાપ્ત થાય છે. મોહનીય કર્મથી મિથ્યા શ્રદ્ધા અને કષાય થાય છે. આયુષ્ય કર્મથી જીવને શરીરમાં રોકાઈ રહેવું પડે છે. નામ કર્મથી જીવને જુદાં જુદાં પ્રકારનાં શરીર, સંસ્થાન, રૂપ વગેરે મળે છે. ગોત્ર કર્મથી જીવને ઉચ્ચ કે નીચ ગોત્રમાં જન્મ લેવો પડે છે. અંતરાય
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org