________________
૨૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દષ્ટિમાં અકથ્ય પરિવર્તન આવે છે. ત્યારપછી પહેલાં જેવા તીવ્ર રાગ-દ્વેષ થતા નથી. દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગ-દ્વેષની આધારશિલા જ ઊથલી પડે છે, અર્થાતુ રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ ભેદાઈ જાય છે. તે પછી બાકી રહેલા અલ્પ રાગકેષરૂપ બંધનાં કારણો પણ દૂર થતાં જાય છે. કારણોનો અભાવ થવાથી બંધ નાશ પામે છે અને બંધનો નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ થવી એ જ મોક્ષમાર્ગ છે અને જેનાથી તેની નિવૃત્તિ થાય તે જ મોક્ષનો ઉપાય છે.
- સર્વ જીવો પરમાત્મસ્વરૂપ હોવા છતાં જગતમાં સર્વ જીવો દુઃખથી પીડાતાં (વિશેષાર્થ
1 જ નજરે પડે છે. વિશ્વમાં પ્રત્યેક પ્રાણી સુખ ચાહે છે અને તે માટે તે પ્રયત્નશીલ છે, પણ સુખના સાચા સ્વરૂપની સમજ વિના તેના તે પ્રયત્નો યથાર્થ હોતા નથી અને તેથી દુઃખ સિવાય બીજું કાંઈ મળતું જ નથી. રાગ-દ્વેષ સાથે દુઃખને સીધો સંબંધ છે. જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં ચોક્કસ દુઃખ છે; જ્યાં વિશેષ રાગ-દ્વેષ છે ત્યાં દુઃખના વેદનની અધિકતા જોવામાં આવે છે; જ્યાં અલ્પ રાગ-દ્વેષ છે ત્યાં દુઃખના વેદનની ન્યૂનતા છે અને જ્યાં રાગ-દ્વેષનો લોપ થાય છે, અર્થાત્ સ્વાભાવિક પરિણતિ નીપજે છે, ત્યાં જીવને દુઃખનું વેદન બિલકુલ થતું નથી; માત્ર સુખ, સુખ અને સુખ જ અનુભવાય છે. તેથી દુ:ખનું કારણ રાગ-દ્વેષ છે. જે વ્યક્તિમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરેની અધિકતા હોય છે, તે બાહ્ય અનેકવિધ અનુકૂળ સામગ્રી હોવા છતાં રાગ-દ્વેષની તીવ્રતાના કારણે હંમેશાં દુ:ખી જ રહે છે. જ્યાં રાગ-દ્વેષ ઓછા હોય છે
ત્યાં બાહ્ય અનુકૂળતાના અભાવમાં પણ સુખ અનુભવાય છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે દરેક વ્યક્તિ રાગ-દ્વેષના કારણે દુઃખી છે, બહારના સંજોગોના કારણે નહીં.
અજ્ઞાની સુખ અને દુઃખ બન્નેનાં કારણ બહારમાં - પરમાં જ જુએ છે અને શોધે છે, પરંતુ પરમાં જણાતું સુખ અને દુઃખ બને મનની કલ્પનામાત્ર છે. સુખ જીવના સ્વભાવમાં પડેલું છે અને દુઃખ તો જીવની વૈભાવિક પરિણતિ સિવાય જગતમાં બીજે કશે પણ અસ્તિત્વ ધરાવતું નથી. વૈભાવિક પરિણતિ તે જ દુઃખ છે. સ્વયં સ્વતંત્રપણે કરેલ રાગ-દ્વેષરૂપ વૈભાવિક પરિણમનથી ઉત્પન્ન થતી વ્યાકુળતાનું વેદન એ જ દુઃખ છે, તેથી દુઃખ દૂર કરવા અથવા સુખ પ્રાપ્ત કરવા સંજોગોમાં ફેરફાર કરવાને બદલે રાગ-દ્વેષને ઘટાડવાની મહેનત કરવી જોઈએ. અનંત કાળથી આ જીવે સુખી થવા માટે બાહ્ય અનુકૂળતાઓ એકત્રિત કરવા આકાશ-પાતાળ એક કર્યા છે, પણ સાચા સુખનો ઉપાય તેણે જાણ્યો જ ન હોવાથી અત્યાર સુધી તેણે રાગ-દ્વેષનો નાશ કરવાનો પુરુષાર્થ કર્યો નથી; તેથી પુણ્યમય કાર્યોનાં ફળરૂપે બાહ્ય સામગ્રી ભરપૂર મળવા છતાં પણ તે સુખી થયો નથી. જો રાગ-દ્વેષનો અભાવ કરવા મથ્યો હોત તો જેટલા રાગ-દ્વેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org