________________
ગાથા-૯૯
૨૪૯ ગુણસ્થાને મિથ્યાત્વાદિ ચારનો અભાવ થયો હોવા છતાં યોગનો સદ્ભાવ છે. યોગ પ્રતિબંધ તથા પ્રદેશબંધનું કારણ છે.
જીવનાં મિથ્યાત્વાદિ પાંચ પ્રકારનાં વિકારી પરિણામોનું નિમિત્ત પામીને આત્માના એક એક પ્રદેશે અનંતાનંત કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ કર્મરૂપે એકક્ષેત્રાવગાડે બંધાય છે. કર્મબંધનાં આ કારણો અધુવ છે, અનિત્ય છે, અશરણ છે, અશુચિમય છે, અપવિત્ર છે, આકુળતા ઉપજાવનાર છે. તે વર્તમાનમાં દુઃખમય છે અને ભાવિમાં પણ દુઃખના જ હેતુરૂપ છે. તે વિકારોથી થતા કર્મબંધના કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ બંધદશા જે દ્વારા છેડાય તે જ મોક્ષનો માર્ગ છે. જે ચૈતન્યપરિણામોનાં નિમિત્તથી કર્મો આવતાં હતાં, તે પરિણામોને તેનાં પ્રતિપક્ષી પરિણામો દ્વારા રોકવાથી કર્મબંધ રોકાઈ જાય છે. મિથ્યાદર્શન આદિ પૂર્વોક્ત આસવના હેતુઓનો નિરોધ થવાથી નૂતન કર્મોનું આવવું રોકાઈ જાય છે, કેમ કે કારણના અભાવથી કાર્યનો અભાવ થાય છે. ૧ બંધના યથોક્ત કારણ છેદાય એવી બંધ છેદકદશા પ્રગટાવવાથી મોક્ષ થાય છે. બંધ, બંધનાં કારણો અને તેને છેદનારાં કારણોની માત્ર વિચારણાથી મોક્ષ થતો નથી, પણ તે બંધને છેદવાથી, બંધનાં કારણ છેદવાથી, બંધભાવથી વિપરીત ભાવ કરવાથી મોક્ષ પ્રગટે છે. શ્રીમદ્ લખે છે –
“બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તી એટલે છૂટશે.”
બંધનાં કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જે ક્રમથી આપ્યાં છે; તે જ ક્રમથી તે ટળે છે. પૂર્વનું કારણ વિદ્યમાન હોય અને ત્યારપછીનું કારણ ટળી જાય એ રીતે ક્રમભંગ થતો નથી. તેના ટળવાનો ક્રમ આ પ્રમાણે છે –
બંધકારણ
ગુણસ્થાનક
છેદકદશા
ચોથું
મિથ્યાત્વ અવિરતિ
સમ્યક્ત્વદશા સંયમદશા
પ્રમાદ
પાંચમું-છઠું સાતમું બારમું ચૌદમું
અપ્રમત્તદશા વીતરાગદશા
કષાય યોગ
અયોગીદા
૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧૦, સૂત્ર ૨
'मिथ्यादर्शनादीनां पूर्वोक्तानां कर्मास्रवहेतूनां निरोधे कारणाभावात् कार्याभाव इत्यभिनव-कर्मादानाभावः।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૨ (આંક-૫, બોધવચન ૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org