________________
૨ ૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અવસ્થા ઉષ્ણ થઈ છે. તે વખતે પણ તેનો સ્વભાવ તો એકાંત શીતળતારૂપ જ છે, કારણ કે પાણી જો ખરેખર સ્વભાવથી જ ઉષ્ણ હોય તો તે ઠંડું થઈ શકે જ નહીં. પાણીની ઉષ્ણ અવસ્થા અગ્નિરૂપ પરસંયોગથી થઈ છે અને તે ઉષ્ણતા ટળી શકે છે એમ ન માનનારને પાણીના વાસ્તવિક શીતળ સ્વભાવનું ભાન નથી. પાણીને ઉષ્ણ જ માનનાર તેને ઠંડું કરવાનો ઉપાય પણ નહીં કરે. તેવી જ રીતે આત્માની અશુદ્ધ અવસ્થા કર્મોદયના નિમિત્તે થઈ છે અને તે ટળી શકે છે એમ ન માનનારને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ભાન નથી. આત્માને અશુદ્ધ જ માનનાર તેને શુદ્ધ કરવાનો ઉપાય પણ નહીં કરે.
જેમ પાણીનો શીતળ સ્વભાવ ઉષ્ણતા વખતે પણ ટકી રહે છે એમ જાણનાર અગ્નિના સંયોગે થયેલ વર્તમાન ઉષ્ણ અવસ્થાનું લક્ષ ગૌણ કરીને, શીતળ સ્વભાવ ઉપર દૃષ્ટિ કરી ઉષ્ણ પાણીને ઠારે છે અને ત્યારે પાણીનો શીતળ સ્વભાવ અવસ્થામાં પ્રગટ થાય છે. તેમ વિકારી અવસ્થા વખતે પણ અખંડ, જ્ઞાયક, નિર્વિકારી સ્વભાવ ટકી રહેનાર છે એમ જાણનાર કર્મોદયના નિમિત્તે થયેલ વર્તમાન અશુદ્ધ અવસ્થાનું લક્ષ ગૌણ કરીને, શુદ્ધ સ્વભાવને જાણીને તેમાં જ ઠરે છે અને સહજાનંદની પ્રાપ્તિ કરે છે.
જ્ઞાનીઓ આ પ્રકારે ચૈતન્યસ્વરૂપ આત્માની પરદ્રવ્ય અને પરભાવથી ભિન્નતા સમજાવે છે. તેઓ ચૈતન્યનો મહિમા ગાઈને જીવને તે પ્રાપ્ત કરવાની પ્રેરણા કરે છે કે - “ચૈતન્યસ્વભાવની પ્રભુતા જો, આત્માની અનંત શક્તિઓ જો. આત્મા અગાધ ગુણોથી ભરેલો છે. પાણીનો સમુદ્ર તો મર્યાદિત છે, જ્યારે આત્મા તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ અનંત અનંત અગાધ ગુણોથી ભરેલો અમર્યાદિત મહાન સમુદ્ર છે. તેનું ક્ષેત્ર ભલે શરીરપ્રમાણ - અસંખ્યાતપ્રદેશી છે, તો પણ તેની ગુણગંભીરતા અપાર છે. તે સમસ્ત વિભાવરહિત તથા કર્મના ઉદય કે ક્ષય આદિની અપેક્ષા વિનાનો નિરપેક્ષ, ત્રિકાળ, પવિત્ર, શુદ્ધ, પરમ પારિણામિક ભાવ છે. તે ક્ષણિક પર્યાય જેટલો નથી, પરંતુ ત્રિકાળ, નિત્ય, ધ્રુવ, અખંડ, જ્ઞાયક, પરમ ભાવ છે. આવા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લીધા વિના તે અનંતી વાર બાહ્ય ક્રિયા અને શાસ્ત્રાભ્યાસ કર્યા, પણ તું સંસારથી છૂટ્યો નથી. જેમ ગાડાનું ધોંસરું ઉપાડવા ટેવાયેલો બળદ ધોંસરું ઊંચું થતાં જ ત્યાં પોતાની ડોક નાંખે છે, તેમ પરના કર્તાપણાથી ટેવાયેલો અજ્ઞાની કર્મોદયનું નિમિત્ત મળતાં જ પરમાં એકતા કરીને પરિણમતો હોવાથી સંસારરૂપી ધોંસરામાં પોતાને સતત જોડેલો રાખે છે. પરના કર્તાપણાનો અનાદિ કાળથી ચાલ્યો આવતો અધ્યાસ ભેદજ્ઞાનના વારંવારના અભ્યાસ વડે છૂટી શકે છે. ભેદજ્ઞાન કરવાથી પર સાથેની એકતાબુદ્ધિ તૂટશે અને પરની રુચિ પણ છૂટશે. પરદ્રવ્ય અને વિભાવથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન કરીને જો તું સ્વરૂપલક્ષ અને સ્થિરતા કરશે તો જરૂર તારી દશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org