________________
ગાથા-૯૭
૨૦૫
ચૈતન્યની પ્રીતિ થકી એની કથા જે સુણતા;
તે ભવ્ય જીવ ચોક્કસ અહો નિર્વાણ શીધ્ર જ પામતા.૧ અહીં જણાવ્યા પ્રમાણે જેણે ચૈતન્યસ્વરૂપ આત્માની વાર્તા પ્રીતિપૂર્વક, પ્રસન્ન ચિત્તથી તથા પરમ ઉલ્લાસભાવથી સાંભળી છે, તે ભવ્ય જીવ ભાવિનિર્વાણનું નિશ્ચયથી ભાજન થાય છે. અલ્પ કાળમાં તે અવશ્ય મોક્ષ પામે છે. અહીં શાસ્ત્રકારે શરત મૂકી છે કે જીવ ચૈતન્યના પ્રેમ સહિત ઉલ્લાસથી આત્માની વાત સાંભળે તો તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે. પરંતુ જો જીવ રચિ વિના શ્રવણ કરે તો તેને ગમે તેટલો બોધ પ્રાપ્ત થાય છતાં તેની દશા બદલાતી નથી. તેને પરિભ્રમણની વેદના, મુક્તિની ઝંખના જાગી જ નહીં હોવાથી તેને બોધનું માહાભ્ય ભાસતું નથી. તે અનાદિથી અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલો હોવાથી, સંસારના બંધનથી ગ્રસ્ત હોવાથી, દેહાત્મબુદ્ધિમાં રાચી રહ્યો હોવાથી પોતાના શુદ્ધ આત્મસ્વભાવની વાત સાંભળે છે છતાં તેને એનું ભાન થતું નથી. સંસારમાં જ રસ હોવાથી જ્ઞાની દ્વારા વચનામૃતના જે ઘા પડે છે તે રૂઝાઈ જાય છે. પુરુષના વચનનો ઘા એવો લાગવો જોઈએ કે તે કદી પણ રૂઝાય નહીં અને સદા તાજો જ રહે. કેવળજ્ઞાન થતાં સુધી તે રૂઝાવો ન જ જોઈએ. બીજા બધા સંસારના ઘા ભલે રૂઝાઈ જાય, પણ સત્પરુષે મારેલો વચનામૃતરૂપી ઘા હૃદયમાં એટલો ઊંડો ઊતરી જવો જોઈએ કે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તે ભુલાય જ નહીં. વચનામૃતરૂપી કલ્યાણકારી ચાબખાથી જે ઘા લાગ્યા હોય તે ઘા દ્વારા આત્માના સ્વરૂપનો નિર્ણય કરે તો જીવ ભવદુઃખથી મુક્ત થાય. પુરુષનાં વચનો વાચવા-સાંભળવા મળે તે પૂર્વપુણ્યનું ફળ છે. વર્તમાન પુરુષાર્થથી તે વચનોથી પડેલો ઘા જરા પણ રૂઝાવા દેવો નહીં, એટલે કે તેને તાજો રાખીને સમત્વ પામવાનો ઉદ્યમ કરવો ઘટે છે.
કામ, ભોગ અને બંધનની કથા તો સર્વ જીવોએ પૂર્વે અનંત વાર સાંભળી છે, પરિચયમાં લીધી છે; પણ આત્માની - મોક્ષના યથાર્થ ઉપાયની વાત પૂર્વે કદી સાંભળી નથી, સાંભળી હોય તોપણ પરિચયમાં લીધી નથી. અનંત વાર જ્ઞાનીની વાણીનું શ્રવણ કર્યું હોવા છતાં પણ મોક્ષની તાલાવેલી વિના સાંભળ્યું હોવાથી તેને યથાર્થ શ્રવણ કહેવાતું નથી. માત્ર શબ્દ કાને પડવા તેને શ્રવણ નથી કહ્યું, પણ રુચિપૂર્વક સાંભળવાને જ યથાર્થ શ્રવણ કહ્યું છે.
શ્રીગુરુના બોધનું પરમ પ્રેમે શ્રવણ કરી, ઉપદેશનું ચિત્તમાં સ્થિરીકરણ કરતાં ૧- આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૪, શ્લોક ૨૩નો ગુર્જરાનુવાદ (અનુવાદક : બ. વૃજલાલ ગિરધરલાલ શાહ), જુઓ : મૂળ શ્લોક
'तत्प्रतिप्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org