________________
ગાથા-૯૬
૧૯૭
સદ્ભાગ્ય' શબ્દનું અર્થઘટન કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
સભાગ્ય' - સૌભાગનો સદ્દગુરુ ભગવાન શાસ્ત્રકારના પરમાર્થસખા ક્ષાત પરમશિષ્ય મહાભાગ્ય સુભાગ્યનો ઉદય ઉદય થાય. અથવા જે કોઈ આત્મા શિષ્યભાવે આ પરમકૃપાળુ શ્રીમદ્ પરમ સદ્દગુરુ ભગવાનની અમૃતવાણી શ્રવણ કરે – મનન કરે, તે સદભાગ - સદભાગ્યવાન આત્માનો આત્મકલ્યાણરૂપ આત્મલાભનો ઉદય ઉદય - ઉત્તરોત્તર ચઢતી કળારૂપ પરમ આત્મલાભ થાય, અવશ્ય પામે.’
- શ્રીમદે પ્રસ્તુત ગાથામાં સુશિષ્યની સત્પાત્રતા બતાવી છે. સુશિષ્યને મોક્ષપ્રાપ્તિની એવી તરસ લાગી છે કે તેને માટે અન્ય સર્વ ગૌણ થઈ જાય છે. તરસ બે પ્રકારે હોય છે. એક તરસ કે જે પોતાને અંદરથી અનુભવાય છે. તેવી તરસ લાગે ત્યારે આખું જગત ગૌણ બની જાય છે. તે જ સાચી તરસ છે. બીજી તરસ તરસ નથી, માત્ર તરસનો આભાસ છે. તે ખોટી તરસ છે. આવી ખોટી તરસથી પ્રેરાયેલી શોધ પણ નિષ્ફળ નીવડે છે. ખોટી તરસમાં લક્ષ્મી-અધિકારાદિનો મહિમા ગૌણ થયો ન હોવાથી મોક્ષની શોધ તરફ શક્તિનો પ્રવાહ વહી શકતો નથી. જીવને જ્યાં સુધી અંતરથી છૂટવાની તાલાવેલી જાગતી નથી, ત્યાં સુધી તે સાધનાપથ ઉપર આરૂઢ જ થતો નથી. જીવ પ્રિયતમાના મિલન માટે, ધન-કીર્તિની પ્રાપ્તિ માટે આતુરતા બતાવે છે, પણ આત્મસાક્ષાત્કાર માટે આતુરતા નથી બતાવતો. ઘરના દુઃખ માટે, પ્રિયજનના વિયોગ માટે, સહેજ આપત્તિ આવે તો તે માટે તે રડી પડે છે, આંસુ સારે છે, પણ આત્મપ્રાપ્તિ નથી થઈ તેની વેદના પણ તેને થતી નથી. જે દિવસે એ વેદના થાય છે એ દિવસથી જીવની સાધના શરૂ થાય છે.
પાત્ર જીવ આત્માને એવો ઝંખે છે કે જેવી રીતે ખેડૂત વરસાદને અને બાળક માને ઝંખે. આવી અદમ્ય ઝંખનાના કારણે આત્મામાં તેનો રસ વધતો જાય છે. તેને આત્માની એવી ધૂન લાગે છે કે કોઈ પણ પ્રકારે મારા આત્માને અનુભવી લઉં. તે સિવાય બીજે કશે પણ શાંતિ થવાની છે જ નહીં. અત્યાર સુધી હું પોતે પોતાને ભૂલીને વ્યથિત થયો, પણ હવે મોક્ષ સાધવાનો આ અવસર હાથ આવ્યો છે. મારે મુક્તિ જોઈએ જ છે. તેનાથી ઓછું તથા બીજું કશું મને ખપે નહીં. અત્યારે જ, આ સમયે પણ હું મોક્ષસ્વરૂપ જ છું. શ્રીગુરુની કૃપાથી હું મારું મોક્ષસ્વરૂપ પર્યાયમાં પ્રગટ કરીને જ દેખાડીશ.' આવો દઢ સંકલ્પ, આવો અફર વિશ્વાસ, આવી અણનમ ખુમારી હોવાથી તેના કદમ મોક્ષપ્રાપ્તિની દિશામાં મંડાય છે. કંટાળ્યા વિના તે સતત ઉગ પુરુષાર્થ કરે છે. ધ્યેયને એકનિષ્ઠાથી અને મક્કમતાથી વળગી રહેનાર અવશ્ય ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ધ્યેય ગમે તેટલું ઉચ્ચ હોય, તે પાર પાડવાનું કાર્ય ગમે ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org