________________
ગાથા-૯૬
૧૯૫
અંતરમાં અનુભવાશે તો હું મારા સદ્ભાગ્યનો ઉદય થયો એમ માનીશ.' પોતાનું ભાગ્ય ઊઘડશે તેની ખુશાલીરૂપે શિષ્ય “ઉદય ઉદય” એમ બે વાર ઉદય શબ્દનો પ્રયોગ કરે છે. આ પુનરુચ્ચારણ પાંચ પદની શંકાઓનાં સર્વાગ - સંપૂર્ણ સમાધાનથી થયેલી મોક્ષપ્રાપ્તિની ઝંખનાની તીવ્રતા દર્શાવે છે તથા મોક્ષનો ઉપાય સમજવાની ધગશ પ્રગટ કરે છે. આત્માની પૂર્ણ, શુદ્ધ દશા પ્રગટ કરવાના ઉપાયની પ્રાપ્તિને શિષ્ય પરમ સૌભાગ્ય સમજે છે.
શિષ્યના અંતરમાં રહેલો મોક્ષના ઉપાયનો અપૂર્વ મહિમા અહીં છતો થાય છે. સંસારી જીવો લક્ષ્મી અને અધિકાર પ્રાપ્ત કરવામાં પોતાનું સદ્ભાગ્ય માને છે, જ્યારે સુશિષ્ય તો મોક્ષના ઉપાયની સમજણ પ્રાપ્ત થવાને પોતાનું સદ્ભાગ્ય માને છે. સંસારી જીવોને પોતાના અતીન્દ્રિય સુખની પ્રતીતિ ન હોવાથી, તેઓ બાહ્ય સંયોગોમાં સુખ શોધે છે. પરદ્રવ્યમાં મૂર્છા કરી સ્વાધીન, શાશ્વત સત્સુખથી વિમુખ થાય છે. તેઓ ભોગસામગ્રીને સુખસામગ્રી માને છે અને તે પ્રાપ્ત થતાં સુખ મળ્યું એમ સમજે છે, તેથી તેમનો પ્રયત્ન પણ તે મેળવવા પ્રત્યે રહે છે. તેમની દૃષ્ટિએ ‘સુખ કઈ રીતે પ્રાપ્ત કરાય?' એનો અર્થ થાય છે - ‘ભોગસામગ્રી કઈ રીતે પ્રાપ્ત કરાય?' તેમનાં અંતરમાં “સાચું સુખ શું છે?' એવો પ્રશ્ન જ ઊઠતો નથી, કેમ કે તેમનું અંતર્મન એમ માની બેઠું છે કે ભોગમય જીવન એટલે જ સુખી જીવન; અર્થાત્ ભોગેચ્છાની પૂર્તિવાળું જીવન જ સુખી જીવન છે. આવી મનોવૃત્તિ હોવાથી તેઓ બાહ્ય સામગ્રીથી જ સદ્ભાગ્યનું ધોરણ આંકે છે. તેઓ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેથી તેઓ હંમેશ વધુ ને વધુ મેળવવા ઝંખે છે. વધુ મેળવવાની ઝંખનામાં પોતાની પાસે જે હોય છે એને માણવાનું પણ તેઓ ચૂકી જાય છે. તેમને હંમેશાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કોઈ ને કોઈ ખામી દેખાય છે, તેથી તેમને અસંતોષ રહે છે અને અન્ય પરિસ્થિતિની ઇચ્છા જાગે છે. અન્ય પાસે કેટલાં પ્રકારનાં સુખ છે એનો તેઓ હિસાબ રાખે છે અને પોતાની પાસે જે નથી એનો અફસોસ કરે છે. તેઓ ધાર્મિક ક્રિયાઓ કરીને પણ અનુકૂળ સંયોગોની કામના કરે છે. ધાર્મિક ક્રિયાઓના ફળરૂપે ધન-ધાન્યની પ્રાપ્તિ, રાજ્યાદિ સંપદા, સુંદર સ્ત્રી, આજ્ઞાકારી પુત્ર, સેવકો, કોર્ટ-કચેરી તથા પરીક્ષામાં સફળતા, શત્રુ ઉપર વિજય વગેરેની તેઓ આકાંક્ષા રાખે છે. વ્રત, પૂજા, પ્રભાવના પાછળ પણ તેઓ આવો આશય રાખે છે. પૈસાની રેલમછેલ હોય તો તેઓ પોતાને સુખી માને છે. રૂપ, બળ, કુળ, સત્તાદિની અધિકતા હોય તો તેઓ હરખના હિલોળે ચઢે છે અને પોતાના સદ્ભાગ્યનો ઉદય થયો છે એવું માને છે. આમ, બહિર્દષ્ટિ જીવો સંયોગાશ્રિત સુખથી પોતાને ભાગ્યશાળી માને છે.
આથી વિપરીત, આત્માર્થી જીવને પોતાના અવ્યાબાધ અનંત સુખધામ આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org