SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન (વિશેષાર્થ પ્રબળતા તેમજ અંતરમાં ઊછળી રહેલાં ઉલ્લસિત પરિણામો દર્શાવે છે. - જ્ઞાનપ્રાપ્તિની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ છે. જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં જીવને * સંસારની નિઃસારતા તથા પોતાની અલ્પજ્ઞતા સમજાય છે અને સંસારના નાશના ઉપાયોની જાણકારી માટે જીવ સત્શાસ્ત્ર તથા અનુભવી ગુરુ તરફ વળે છે. આમ, આ ભૂમિકા આગમપ્રધાન છે. જ્ઞાનની બીજી ભૂમિકામાં જ્ઞાની ગુરુનો સત્સંગ, સદાચારમાં પ્રવૃત્તિ અને શ્રવણ-વાંચનની સાથે સાથે ચિંતન-મનન પણ હોય છે. આ ભૂમિકામાં વિચારની મુખ્યતા છે. આ ભૂમિકાએ રહેલો સાધક સત્યની વ્યાપક ખોજ કરે છે. જ્ઞાનની ત્રીજી ભૂમિકામાં શ્રવણ અને મનન સાથે યોગાભ્યાસ ભળે છે. નિજ અધિકારીપણું વર્ધમાન કરતો કરતો સાધક પ્રયોગની ભૂમિકા ઉપર આવે છે. જ્ઞાયકનો અભ્યાસ, સ્વરૂપનું અનુસંધાન, સ્વભાવની જાગૃતિ માટે પ્રયોગો કરતાં કરતાં સમત્વનો વિકાસ થાય છે, ચિત્તમાં ઊઠતાં વિચારવમળો શાંત થઈ જાય છે, સંકલ્પ-વિકલ્પની અલ્પતા થાય છે, અશુભ ભાવ મંદ પડે છે અને કર્મકૃત વ્યક્તિત્વ સાથેનો પોતાનો એકતારૂપી “અહં ઓગળતો જાય છે. આમ, સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. રુચિપૂર્વકના શ્રવણનું ચિંતનમાં અને પરિપક્વ ચિંતનનું ભાસનમાં પરિવર્તન થતાં સાધના ઝડપથી આગેકૂચ કરે છે અને જીવ અનુભૂતિનાં દ્વાર સુધી આવી પહોંચે છે. જ્ઞાનની ચોથી ભૂમિકામાં આત્માનું સંવેદન થાય છે. શુભાશુભ ભાવથી ઉપર ઊઠી તે ધન્યાત્મા શુદ્ધ ભાવમાં સ્થિત થાય છે. પ્રારંભમાં અલ્પકાલીન, ક્વચિત્ અને કદાચિતું પ્રાપ્ત થતો આ અનુભવ અંતર્મુખી વીતરાગી સાધના દ્વારા વધુ સુલભ અને વધુ સ્થાયી, દીર્ઘજીવી બનતો જાય છે. આમ, જ્ઞાનપ્રાપ્તિના ક્રમમાં પ્રથમ શ્રવણ તથા વાંચન દ્વારા આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પછી એનાં ચિંતન-મનન દ્વારા તેનો દઢ નિર્ણય થાય છે. શ્રીગુરુના ઉપદેશ ઉપર વિચાર કરવાથી સાધકને જાત અને જગત સંબંધી અફર નિર્ણય થાય છે. પરંતુ આ ભૂમિકા હજી બૌદ્ધિક સ્તરની છે. કેવળ બૌદ્ધિક નિર્ણય કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી. યથાર્થ ચિંતનશ્રેણી સાધકને સંસારથી પરામુખ કરી સ્વસમ્મુખ અવશ્ય કરે છે, પરંતુ સ્વના સાક્ષાત્કાર માટે તેના કરતાં પણ આગળ વધવું ઘટે છે. સિદ્ધાંતને બૌદ્ધિક સ્તરે યોગ્ય રીતે સમજીને, તેને પ્રયોગ દ્વારા જીવનમાં વણવા ઘટે છે. ધર્મને જીવનમાં ધારણ કરવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે, માટે યથાર્થ અભ્યાસ કરવો જરૂરી છે. યોગાભ્યાસ તથા અંતર્મુખી વીતરાગી સાધના દ્વારા પ્રાપ્ત થતી ચિત્તની નિર્મળતા તથા એકાગ્રતાની કેળવણી દ્વારા આત્મતત્ત્વનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ, આગમથી અર્થાત્ અનુભવીઓનાં વચન દ્વારા જે જાણવા મળે તેને તર્ક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન થાય તથા યોગાભ્યાસથી તેની પ્રતીતિ મેળવાય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy