________________
ગાથો-૯૪
૧૭૫
મટાડવા માટે વસ્ત્રાદિ રાખી માનના ઉદયથી પોતાની મહંતતા ઇચ્છે છે, તેથી કલ્પિત યુક્તિ દ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે.'
જંતુઓના ઘાત ટાળવા માટે વસ્ત્ર ગ્રહણ કરો છો એમ કહેશો તો નિર્વસ્ત્રસંયમ ધારણ કરનાર તીર્થકરોને હિંસાનો દોષ લાગતો હતો એવું માનવું પડશે. તીર્થકરોએ વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો, એટલે તેમના ખુલ્લા અવયવોની ઉષ્ણતાથી જીવનાશ થવાથી તેઓ હિંસક હતા એવું માનવું પડશે, જે માનવું શ્વેતાંબરોને પણ અનિષ્ટ લાગશે.
વળી, શ્વેતાંબરોના કથન અનુસાર વસ્ત્ર ગ્રહણ કરવામાં આવે તો પણ એનાથી સર્વ અવયવ આચ્છાદિત થતા નથી. હાથ, પગ, આંખો, નાક, કાન, મસ્તક આદિ અવયવો ખુલ્લા રહે જ છે અને એની ઉષ્ણતાથી પ્રાણીઓની હિંસા થાય જ છે.' (૫) શ્વેતાંબરમતની માન્યતા મુજબ નગ્નતાથી પોતાને તથા સ્ત્રીઓને લજ્જા ઉત્પન્ન થાય છે અને મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે, તેથી મુનિઓએ નગ્નતા ધારણ કરવા યોગ્ય નથી. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
મુનિઓને પોતાને લજ્જા ઉત્પન્ન થતી નથી, કારણ કે તે વીતરાગ હોય છે. અનંતાનુબંધી આદિ ત્રણ ચોકડીઓનો ઉદય નહીં હોવાથી અન્યની જેમ વ્યાકુળતા હોતી નથી. વળી, જેમનું શરીર મલિન છે તથા ગ્લાનિ ઉત્પન્ન કરવાવાળું છે, જેમનું મસ્તક કેશલોચથી યુક્ત છે એવા કૃશ શરીરવાળા નગ્ન સાધુને જોઈને સ્ત્રીના મનમાં ક્ષોભ તથા લજ્જા ઉત્પન્ન થતાં નથી.'
જે મુનિ લજ્જાદિથી પીડિત છે તેમને નગ્નતા સુખદાયક નથી લાગતી, પરંતુ જે મુનિ લજ્જાદિ સહન કરી શકે છે, જે સ્ત્રીપરિષહથી ભગ્ન નથી થતા, તેમને આ નગ્નતાની યોગ્યતા જ્ઞાત હોવાથી તેઓ એને પૂર્ણતાથી નિભાવે છે. જો નગ્નતા દુઃખદાયક હોવાથી ત્યાજ્ય હોય તો જે જે પદાર્થો વગર પીડા થાય છે તે પદાર્થો ગ્રહણ કરવા જોઈએ અને તેમ હોય તો પછી સુખ અર્થે મદિરાદિ પદાર્થોને પણ ગ્રહણ કરવા જોઈએ, કારણ કે તેના વિના પણ દુઃખ થાય છે.
આમ, એક જ આપ્ત પુરુષને અનુસરતા હોવાનો દાવો કરનારા એક જ ધર્મના જુદા જુદા સંપ્રદાયો પરસ્પર વિભિન્ન માન્યતા ધરાવતા હોય તો મોક્ષમાર્ગનો નિર્ણય ૧- જુઓ : પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર
૫, પૃ.૧૫૦ ૨- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૨૨૩ ૩- જુઓ : એજન, શ્લોક ૨૨૫ ૪- જુઓ : એજન, શ્લોક ૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org