________________
૧૬૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન દૃઢપણે માને છે અને અમારો વેષ જ મોક્ષસાધક છે' એવો પ્રચાર પણ કરે છે. તેથી કયા વેષમાં મોક્ષ છે એનો નિર્ણય શિષ્યથી થઈ શકતો નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
“કયા વેષમાં મોક્ષ - ધોળા, પીળા, લીલા, કાળા, રાતા - કયા વેષમાં મોક્ષ છે? શ્વેતાંબર, પીતાંબર, નીલાંબર, કૃષ્ણામ્બર, રક્તામ્બર, દિગંબર એવા કયા વેષમાં – બાહ્ય લિંગમાં મોક્ષ છે? “એનો નિશ્ચય ના બને' - એનો નિશ્ચય - નિર્ધાર - નિર્ણય પણ ન બની શકે એવો - સંભવી ન શકે એવો છે. કેમ કે તેવા તેવા પ્રકારના - તથાપ્રકારના ઘણા ભેદો, ભિન્ન ભિન્ન પ્રકારો છે.'
આમ, મોક્ષના ઉપાય સંબંધી અનેક મતભેદો જોવામાં આવે છે અને તેથી સાચો અને કલ્યાણકારી ઉપાય ક્યો તેનો નિર્ણય થઈ શકતો નથી. બધા જ ધર્મમતો એક જ પ્રકારનો માર્ગ માનતા નહીં હોવાથી મોક્ષને સિદ્ધ કરી આપનાર કોઈ અવિરોધ ઉપાયનો નિર્ણય કરવામાં શિષ્ય મુશ્કેલી અનુભવે છે, તેથી મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવાં જાતિ-વેષનો નિર્ણય તે શ્રીગુરુ દ્વારા કરવા ઇચ્છે છે.
પ્રકારાંતરે આ ગાથાનો અર્થ માત્ર જૈન દર્શન સંબંધી પણ થઈ શકે છે. તે આ પ્રમાણે –
જગતમાં અનેક દર્શનો પ્રવર્તે છે. તેમાં મુખ્ય છ દર્શન છે. એમાં કયા દર્શનનો અભિપ્રાય સાચો છે એ નિર્ણય થવો કઠિન છે. પાંચ પદની પોતાની શંકાનાં સમાધાન મેળવતી વખતે જૈનેતર પાંચ દર્શનના અભિપ્રાયોમાં રહેલી ત્રુટિઓ સમજાતાં શિષ્યને અન્ય દર્શનની શ્રદ્ધા રહી નથી. તેને પવિત્ર જૈન દર્શન જ સર્વાગ પ્રતીતિ યોગ્ય લાગ્યું છે અને તેમાં શ્રદ્ધા થઈ છે. પરંતુ જૈન દર્શનમાં પણ જાતિ-વેષ સંબંધી ઘણા મતભેદો પ્રવર્તે છે. દરેક મતવાળા મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત એવાં જાતિ-વેષ માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવે છે. વળી, ‘અમે કહીએ છીએ એમ જ ભગવાન સર્વશે કહ્યું છે એમ તેઓ કહે છે. તેથી તેમાં કયો મત સાચો છે તે નક્કી થઈ શકતું નથી, માટે શિષ્યને લાગે છે કે મોક્ષનો ઉપાય હાથ આવવો કઠિન છે.
જૈન ધર્મમાં મુખ્ય બે મત છે - દિગંબર અને શ્વેતાંબર. દિગંબરમતમાં તેરાપંથી, વીસપંથી, ગુમાનપંથી, તારણપંથી વગેરે અનેક ભેદો છે. શ્વેતાંબરમતમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે અનેક ભેદો છે. દિગંબર અને શ્વેતાંબરના સમન્વયરૂપ યાપનીય સંપ્રદાય પણ નીકળ્યો હતો. આ બધા જ સંપ્રદાયો આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને મોક્ષની જે વાત કરે છે તેમાં ફરક આવતો નથી. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org