________________
ગાથા-૯૨
૧૪૫
ત્યારે જ મળશે. માટે તે ઉપાયોનાં કષ્ટ વેઠવાં વ્યર્થ છે.' આમ, નિશ્ચિત અવધિએ જ મોક્ષ થાય છે એમ માનતા હોવાથી, મોક્ષપ્રાપ્તિ માટે યત્ન કરવો અનાવશ્યક છે એમ તેઓ કહે છે. (૨) મોક્ષનો કોઈ ઉપાય છે જ નહીં એવું માનનારાઓ એમ પણ કહે છે કે મોક્ષનો ઉપાય માનવામાં અનવસ્થા દોષ આવે છે. એક વસ્તુ બીજી વસ્તુના આશ્રયની અપેક્ષા રાખે અને તે બીજી વસ્તુ અન્ય વસ્તુના આશ્રયની અપેક્ષા રાખે અને તે વળી અન્યના આશ્રયની અપેક્ષા રાખે - આ પ્રકારે જ્યાં ઉત્તરોત્તર અન્ય-અન્ય આશ્રયની અપેક્ષા રાખવામાં આવતી હોય તેને અનવસ્થા દોષ કહેવાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈમાં અનુપાયવાદીઓની દલીલ રજૂ કરતાં કહે છે કે જો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષનો ઉપાય કહેશો તો પ્રશ્ન થાય કે એ ત્રણે ગુણોની પ્રાપ્તિ જીવને ઉપાયપૂર્વક થાય છે કે ઉપાય વિના જ? જો ઉપાયપૂર્વક કહેશો તો એ ઉપાયની પ્રાપ્તિ પણ ઉપાયપૂર્વક જ થાય છે કે અન્યથા? તેને પણ ઉપાયપૂર્વક માનશો તો પાછા તેના ઉપાયો, વળી પાછા તેના ઉપાયો - એમ અનવસ્થા ચાલશે. આ અનવસ્થા અટકાવવા કોઈ પણ સ્થાને અટકીને એમ કહેશો કે તે ઉપાયો તો જીવના પોતાના ઉપાયો વિના જ, ભવિતવ્યતાના બળે તેને પ્રાપ્ત થાય છે; તો આટલી લાંબી ઉપાયોની પરંપરા માન્યા પછી પણ અંતે ઉપાયો વિના જ, ભવિતવ્યતાના બળે જ તે માનો છો, તો એના કરતાં પહેલેથી જ સમ્યગ્દર્શન આદિ ઉપાયો ભવિતવ્યતાના બળે જ સ્વીકારોને! જો આ સમ્યગ્દર્શનાદિ ગુણો પણ ઉપાય વિના ભવિતવ્યતાથી જ મળી જાય છે તો એ રીતે તો મોક્ષ પણ ભવિતવ્યતાના બળે મળી જશે, અર્થાત્ ભવિતવ્યતાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. તેથી સમ્યગ્દર્શનાદિને મોક્ષના ઉપાય માનવાની જરૂર નથી. આમ, આ યુક્તિથી અનુપાયવાદીઓ મોક્ષ ઉપાયશૂન્ય છે એમ સિદ્ધ કરે છે.' (૩) મોક્ષોપાયનો નિષેધ કરનાર પોતાના પક્ષનું સ્થાપન કરવા દૃષ્ટાંતો આપે છે કે મરુદેવી માતા નિગોદમાંથી વનસ્પતિકાયમાં આવ્યાં અને ત્યાંથી નીકળીને સીધાં મનુષ્યભવમાં આવ્યાં અને તપશ્ચર્યાદિ કોઈ પણ ઉપાય કર્યા વિના કેવળી થયાં હતાં. ભરત ચક્રવર્તી પણ દીક્ષા લીધા વિના જ અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. જેમ માટી ઘડાનું કારણ છે તો માટીની વૃદ્ધિથી ઘડાનો વિકાસ થાય છે, તેમ જો ક્રિયાકષ્ટ વગેરે ઉપાયો મોક્ષનું કારણ હોય તો તેની વૃદ્ધિથી મોક્ષનો વિકાસ થવો જોઈએ. પરંતુ ક્રિયાની વૃદ્ધિથી મોક્ષનો વિકાસ થતો હોય એમ જોવામાં આવતું નથી, કેમ કે ભરત ચક્રવર્તી વગેરે અભાવતુલ્ય કષ્ટ મોક્ષે ગયા, જ્યારે ગજસુકુમાર વગેરે મરણાંત કષ્ટ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ ષટ્રસ્થાન ચીપઇ, ગાથા ૯૯
દર્શન જ્ઞાન ચરણ શિવ હેત કહો તો સ્ત્રો પહલો સંકેત | ગુણ વિણ ગુણ જો પહિલા લહ્યા તો ગુણમાં સું જાઓ વહ્યા ? I'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org