________________
ગાથા-૯૧
સિદ્ધ પરમાત્માને વર્તે છે.
સિદ્ધ ભગવાનનું સુખ પરવશ નહીં પણ સ્વવશ છે, ક્ષણિક નહીં પણ નિત્ય છે, અંતવાળું નહીં પણ અનંત છે; મોહને આધીન નહીં પણ જ્ઞાનમય અને નિજસ્વભાવની રમણતાવાળું છે. તેમનું સુખ કેવળજ્ઞાનમય, રાગ-દ્વેષરહિત વીતરાગતામય છે. તે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિનાનું અવ્યાબાધ છે. શરીર, ઇન્દ્રિય, મનને આધીન ન હોવાના કારણે દેહાતીત, અતીન્દ્રિય તથા મનાતીત છે.
૧૧૭
સિદ્ધ ભગવાનને પ્રગટેલી શીતળતાની તો વાત જ શું કરવી! તેમને તો જાણે શાંતિનો સાગર ઊછળી રહ્યો હોય એવી અમાપ શાંતિ હોય છે, જાણે આનંદનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે. તેમાં ક્યારે પણ ઓટ આવતી નથી. સર્વ કર્મથી મુક્ત સિદ્ધ પરમાત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં, આનંદધન સ્વરૂપમાં સદા મસ્ત હોય છે. તેઓ અલૌકિક, અક્ષય, અનંત, અવ્યાબાધ સુખમાં લીન હોય છે. ત્યાં શરીર પણ નથી અને ઇન્દ્રિયો પણ નથી, માત્ર આત્મા જ સ્વયં અનંત સુખ ભોગવે છે. મોક્ષદશા આવી આનંદમય અવસ્થા છે. આચાર્યશ્રી શુભચંદ્રજીએ ‘જ્ઞાનાર્ણવ’માં દર્શાવેલ સિદ્ધની સહજ સ્વાભાવિક નિર્મળ નિજાનંદમય દશાનું વર્ણન અનુવાદિત કરતાં શ્રીમદ્ લખે છે
‘પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના ક્લેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. આ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે.
જેમાં અતીદ્રિય, ઇંદ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ક્ષોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ.'૧
Jain Education International
સર્વ કર્મોની ઉપાધિઓ છૂટી જવાના કારણે શરીર, ઇન્દ્રિય અને મનનો સર્વથા અભાવ થતાં જે અનંત સુખ મુક્ત આત્માઓ અનુભવે છે, તે સુખની આગળ સમગ્ર ત્રિલોકનું સુખ બિંદુમાત્ર પણ નથી. દુનિયાભરના જેટલા પૌદ્ગલિક સુખ છે, તે બધા સુખોને એકઠા કરવામાં આવે, તે સર્વ સુખોના પિંડને ત્રાજવાના એક પલ્લામાં રાખવામાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૦૯ (પત્રાંક-૧૦૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org