________________
૧૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સાથે જ જીવ જ્યાં હોય ત્યાંથી જ સીધી ઊર્ધ્વગતિ કરે છે, પણ અલોકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકાકાશનો અંતિમ પ્રદેશ આવતાં તે અટકી જાય છે અને તેથી સિદ્ધાત્માની અવગાહનાનો સૌથી ઉપરનો ભાગ લોકના અંતિમ પ્રદેશને અડીને રહે છે.
સિદ્ધલોકમાં બિરાજતા સિદ્ધ ભગવાનનો આકાર અંતિમ ત્યજાયેલ મનુષ્યદેહ જેવો હોય છે, પરંતુ સિદ્ધ ભગવંતની અવગાહના અંતિમ શરીરના ૨/૩ ભાગ જેટલી રહે છે. અવગાહના એટલે આત્મપ્રદેશોને રહેવાની જગ્યા. આત્મા મોક્ષે જાય ત્યારે છેલ્લા શરીરની જે અવગાહના હોય છે તેના કરતાં અવગાહના ૧/૩ ભાગ ઘટી જાય છે. એટલા જ ક્ષેત્રમાં ફેલાયેલો રહીને આત્મા મોક્ષમાં રહે છે. આત્મા સિદ્ધક્ષેત્રમાં એટલી જગ્યા રોકે છે, અર્થાત્ એટલા ક્ષેત્રમાં બિરાજે છે, સ્થિર રહે છે.૧
સિદ્ધોની અવગાહના પોતાના અંતિમ શરીરના ૨/૩ ભાગની રહે છે, કારણ કે મનુષ્યશરીરના ૧/૩ જેટલા ભાગમાં પોલાણ છે. તેમાં માત્ર વાયુ ભરાયેલો હોય છે. યોગનિરોધ થતાં વાયુ નીકળી જવાથી એ પોલાણનો ભાગ પુરાઈ જાય છે, તેથી શરીરની અવગાહના ૧/૩ ભાગ જેટલી સંકોચાઈ જાય છે. નાક, આંખ, કાન, પેટ વગેરેનાં પોલાણો પુરાઈને આત્મપ્રદેશો ઘન થઈ જતાં તેમની અવગાહના તેમના અંતિમ દેહથી ૧/૩ ભાગ ન્યૂન થાય છે. ત્યજાયેલ છેલ્લા દેહના નખ-કેશાદિરૂપ જે અંશોમાં આત્માના પ્રદેશો ન હતા; તેમજ મુખ, કાન, નાક, પેટ જેવાં અંગોનાં પોલાણમાં આત્મપ્રદેશ ન હતા; તે પોલાણ મુક્તાત્મામાં રહેતું નથી, કારણ કે આત્માના પ્રદેશો ઘનવિવરતા અથવા નિચ્છિદ્ર અવસ્થાના રૂપમાં સ્થિત થાય છે.
લોકાએ બધા સિદ્ધ ભગવાનનો ઉપરનો ભાગ એક જ સપાટીએ હોય છે, જ્યારે નીચેનો ભાગ તેમની લંબાઈ તેમજ દેહસ્થિતિ અનુસાર ઓછોવત્તો હોવાથી એક જ સપાટીએ નથી હોતો. લોકના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગ(૩૩૩૧/૩ ધનુષ્ય જેટલા ભાગ)માં સિદ્ધો વસે છે, અર્થાત્ લોકાકાશના છેલ્લા પ્રતરક્ષેત્રથી ૩૩૩૧/૩ ધનુષ્યપ્રમાણ ભાગ સુધીમાં સિદ્ધ જીવો વસે છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા મનુષ્યો મોક્ષે જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૨/૩ ભાગ ૩૩૩૧/૩ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ’, શ્લોક ૨૮૨
'चरमभवे संस्थानं यादृग् यस्योच्छ्रयप्रमाणं च 1 ''
तस्मात्त्रिभागहीनावगाहसंस्थानपरिणाहः
સરખાવો : આચાર્યશ્રી યતિવૃષભજીકૃત, ‘તિલોય-પણત્તી’, અધિકાર ૯, ગાથા ૧૦ 'दीहत्तं बाहल्लं चरिमभवे जस्स जारिसं ठाणं । तत्तो तिभागहीणं ओगाहण સબસિદ્ધાણં ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org