________________
ગાથા – ૯૦
ભૂમિકા
- ગાથા ૮૯માં શ્રીગુરુએ કહ્યું કે જેમ શુભાશુભ કર્મ કરવાથી તેનાં ફળ
| ભોગવાય છે, તેમ કર્મ નહીં કરવાથી તેનું ફળ પણ પ્રાપ્ત થાય છે; અર્થાત્ શુભાશુભ કર્મ જેમ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી, તે નિવૃત્તિનું પણ સફળપણું છે. તેનું ફળ મોક્ષપદ છે.
આમ, શ્રીગુરુએ મોક્ષપદની સિદ્ધિ કરી. મોક્ષ સંભવિત હોવા છતાં હજી સુધી, અનંત કાળ વીત્યો છતાં શા માટે થયો નહીં તે શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં સમજાવે છે. ગાથા ૮૭માં શિષ્ય કહ્યું હતું કે “કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ', અર્થાત્ જીવના કર્તા-ભોક્તાપણાનો યથાર્થપણે નિશ્ચય થયો છે, પરંતુ કર્તા-ભોક્તાપણાના ચક્રના નાશરૂપ મોક્ષપદનો નિર્ણય થતો નથી, કારણ કે અનંત કાળથી ચારે ગતિમાં જીવ રખડ્યા કર્યો છે અને તેના પરિભ્રમણનો અંત આવ્યો નથી, તેથી જીવનો મોક્ષ થવો સંભવિત નથી.
જીવના પરિભ્રમણનું કારણ શું છે અને તે પરિભ્રમણનો અંત કઈ રીતે આવી શકે તે સમજાવતાં શ્રીગુરુ કહે છે –
“વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' (૯૦) કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની અર્થ
* આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. (૯૦)
જીવ જેવા ભાવ કરે છે તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે. જો તે શુભાશુભ
] ભાવ કરે તો તેને સંસારફળ પ્રાપ્ત થાય છે અને શુભાશુભ ભાવની નિવૃત્તિરૂપ શુદ્ધ ભાવ કરે તો તેને મોક્ષફળ પ્રાપ્ત થાય છે. અનંત કાળ વ્યતીત થવા છતાં મોક્ષ થયો નહીં, કારણ કે જીવ શુભાશુભ ભાવ જ કરતો રહ્યો છે. તેણે શુભાશુભ ભાવને દૂર કરવાનો પ્રયાસ જ કર્યો નથી. આજ સુધી તે શુભાશુભ ભાવથી નિવૃત્ત થયો જ નથી, માટે તે ચારે ગતિમાં પરિભ્રમણ કરતો રહ્યો છે અને તેથી તે હજી પણ મોક્ષ પામ્યો નથી.
ભલે અનંત કાળથી શુભાશુભ ભાવ થતા હોય, અનંત કાળથી શુભાશુભ ભાવનું
ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org