________________
ગાથા-૮૯
તથ્યનો તો બરાબર નિર્ણય થયો છે કે જીવને પોતાનાં કરેલાં શુભાશુભ કર્મનું ફળ અવશ્ય મળે છે. શુભ અને અશુભ કર્મ સંસારરૂપી ફળ આપનારાં છે એવું તે યથાર્થપણે જાણ્યું છે, તેવી જ રીતે હે બુદ્ધિમાન! શુભાશુભ કર્મની નિવૃત્તિનું ફળ પણ જીવને અવશ્ય પ્રાપ્ત થાય છે એ તું સ્પષ્ટપણે જાણ. તું એ સમજ કે જેમ જીવ શુભાશુભ કર્મ કરે તો તેનું ફળ તેને પ્રાપ્ત થાય છે, તેમ તે શુભાશુભ કર્મથી નિવૃત્ત થાય તો તેનું ફળ પણ તેને પ્રાપ્ત થાય છે અને તે જ મોક્ષ છે. શુભાશુભ કર્મની નિવૃત્તિ સફળ છે અને તે નિવૃત્તિનું ફળ મોક્ષ છે. તેથી મોક્ષપદ છે એમ હે સુજાણ! તું નિશ્ચયે જાણ.' આ પ્રમાણે શુભાશુભ કર્મની નિવૃત્તિથી જીવને મોક્ષફળ પ્રાપ્ત થાય છે એમ શ્રીગુરુ શિષ્યને સમજાવે છે. શિષ્યને કરેલા “સુજાણ' સંબોધન દ્વારા, તેની પ્રવર્ધમાન પાત્રતાને જોઈને પોતાને ઉદ્ભવેલ આહૂલાદને શ્રીગુરુ વ્યક્ત કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
જેમ શુભાશુભ કર્મપદ, ચિત્ત વિષે સમજાય; જીવ કર્મ જેવા કરે, તે ફળ ભોક્તા થાય. એ સમજણથી ઠીક એ, જાણ્યાં સફળ પ્રમાણ; હવે સમજવા મોક્ષને, અપાય ઠીક પ્રમાણ. જીવ કરે તો ભોગવે, નહીં કરે તો નહીં; તેમ નિવૃત્તિ સફળતા, વિચારી લ્યો મનમાંહી. જીવ સમજી નિજ ભાવને, કરે ન કર્મ વિધાન; સહેજે નિવૃત્તિ લહે, માટે મોક્ષ સુજાણ.'
૧- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૬ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩પ૩-૩૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org