________________
૪૧
એ; જડ પદાર્થો સિવાયના જીવતા પદાર્થમાં જીવ કહીશું.
આ પ્રકરણમાં એ જીવતા પદાર્થો કેવા અને કેટલા છે ? તેનું ટુંકમાં જ્ઞાન આપવાનુ છે.
૨. જીવતા જીવાનુ જ્ઞાન કરવાની જરૂર એટલા જ માટે છે, કે—
જીવતા જીવાને સુખ-દુ:ખ થાય છે. આપણે પણ જીવતા જીવા છીએ. કારણ કે-આપણને પણ સુખ-દુખ
થાય છે.
એક જીવ તરફથી પણ બીજા જીવને સુખ-દુ:ખ થાય છે કેમકે દરેક જીવાને આચ્છી-વત્તી લાગણીઓ હોય છે. દુ:ખ આપનારને સામું દુ:ખ આપવાની લાગણી થાય છે, એટલુ' જ નહીં, પરંતુ બીજા વોને દુ:ખ આપવાના પ્રયત્નો પણ કરતા જીવા જોવામાં આવે છે. પરસ્પર વેરભાવ આમ વધે છે.
૩. દરેક પ્રાણીનું જીવન એવુ હોવુ જોઈ એ, કે–જેથી કરીને કોઈની સામે વૈરભાવ ન વધે; અને કોઈને કે પેાતાને દુ:ખ ન થાય. કોઈની હિંસા ન થાય. એવી રીતે સંયમપૂર્વક રહેવુ જોઇ એ.
દુ:ખન આપનારા કે દુ.ખ ન ભોગવનારા પ્રાણીઓ જગતમાં સારા અને સુખી ગણાય છે. અને સુખી થવાની ઇચ્છા દરેકને હોય છે.
૪. આ જગતમાં દુ:ખના અનેક કારણેામાંનું મુખ્યમાં મુખ્ય કોઈ પણ કારણ હોય તે તે હિંસા જ છે. તે જ સ દુઃખનું ઊંડામાં ઊંડું મૂળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org