________________
૧૪
મળે છે, એમ કરીને વિશ્વના દરેક પ્રકારના–એક છેડાથી પેલા છેડા સુધીના-સંપૂર્ણ ભાવે તે સમજાવે છે. માટે તે નિશ્ચય અને વ્યવ. - હાર એમ બન્નેયના મિશ્રણવાળું સોપાંગ શાસ્ત્ર છે.
માટે–તે જ રીતે હાઈડ્રોજન અને ઓક્સીજન વાયુના મિશ્રણથી ઉત્પન્ન થતા પાણી વિષે પણ સમજવું. કારણ કે–જૈન શાસ્ત્રકારે નૈયાયિક અને વૈશેષિકની માફક પાણું કે વાયુના તદ્દન જુદા જુદા સ્વતંત્ર પરમાણુઓ માનતા નથી. પરંતુ પરમાણુઓ તે સામાન્ય રીતે એક જ જાતના હોય છે, સંજોગને અનુસરીને તેના જુદા જુદા પરિણામે થઈ જાય છે. એટલે વાયુનું શરીર એકબીજાના સંજોગોથી પ્રવાહીરૂપે બની જઈને અપકાયના શરીરરૂપે પરિણત થઈ શકે છે. તેમાં કાંઈ જૈનશાસ્ત્ર સાથે વિરોધ આવતો નથી. વાયુને અપેનિ પણ કહેલ છે. વાયુ અને પાણીના સંઘર્ષણથી વિજળીઅગ્નિ આકાશમાં ઉત્પન્ન થઈ જાય છે. તથા “જસ્થ જલં તત્ય વણું” “આ વાકયમાં જ્યાં પાણી હોય, ત્યાં સાધારણ) વનસ્પતિ હોય જ.” પાણીમાં સેવાળ બાજે જ. જે લોટામાં પાણી પીઈએ, તેમાં પણ સૂક્ષ્મ વનસ્પતિ હોય છે. અરે, ચોખું ઝરણાનું પાણી ભરી લાવીએ, તો તેમાં પણ એટલા બધા સૂક્ષ્મ વનસ્પતિ છે હોય છે, કે જે આપણે ન જાણી શકીએ.
પાણીમાં વનસ્પતિ ક્યાંથી આવે ? એ પ્રશ્ન થશે. પરંતુ કુદરતી રીતે જગતમાં એવા સંજોગે થયા કરે છે, કે જેને કાર્યકારણભાવ માનવબુદ્ધિ ન સમજી શકે, તેવી રીતે તે કુદરતી સંજોગથી ગોઠ. વાઈ ગયે હેય છે, અને વસ્તુઓની ઉત્પત્તિ ચાલ્યા કરે છે. મનુષ્ય કુદરતને હાથમાં લેવા તથા જાણવા ઘણા પ્રયત્નો કર્યા છે, પણ તે તે હજુ સમુદ્રમાંથી બિહુ જ જાણવામાં આવેલ છે, “તે બિન્દુમાં જે ન હોય, તે ખોટું ” એવી માન્યતા વિજ્ઞાને હાસ્યાસ્પદ છે, શોધખે ળાની મોટી મોટી વાત પણ કુદરતના ખજાના આગળ
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org