________________
૧૩૪
બાદર પૃથ્વીના પ્રકાર (સુંવાળી), ખર (કઠણ)
શ્લષ્ણુ પૃથ્વી—કાળી, લીલી, લાલ, પીળી અને પેળી એમ વર્ણભેદે પાંચ પ્રકારે હોય છે.
ખર પૃથ્વીના ૩૬ પ્રકાર–માટી, કાંકરા, રેતી, પથર, શીલા, લવણ, ઉસ, લેટું, ત્રાંબુ, જસત, સીસું, રૂપું, સોનું, હીરા, હડતાળ, હિંગળોક, મણશીલ, કથીર, અંજન, પરવાળા, અબરખ, ઝીણી રેતી, એ બાવીશ સામાન્ય પૃથ્વી, ગમેદક, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગલ, ભુજમાદક, ઈન્દ્રનીલ, ચંદ્રપ્રભા, વૈય, જળકાત, એ ચૌદ રત્ન છે.
નહી ગળેલા પાણીને એક બિંદુમાં સૂક્ષ્મદર્શક યંત્રથી ૩૬૪૫૦ હાલતા ચાલતા ત્રસ જીવો દેખાય છે, તેનું ચિત્ર હર મા પૃષ્ઠ ઉપર આપ્યું છે. પરંતુ પાણી પોતે સ્થાવર જવરૂપ છે, તે અકાય છે. પાણીમાં પિરા વિગેરે દેખાય છે, તે અકાય જીવ સમજવાના નથી તે તે બેઈન્દ્રિય વિગેરે હોય છે. પાણું બરાબર ગાળવાથી તેમાં પિરા વિગેરે બેઈન્દ્રિય જીવો ન રહે અને ત્રણ ઉકાળાથી બરાબર ઉકાળવાથી અકાયના–પાણી છે એવી જાય છે. એટલે માત્ર અચિત્ત પાછું રહી જાય છે. તે ઉનાળામાં ૫, શિયાળામાં ૪, અને ચોમાસામાં ૩ પહોર સુધી અચિત્ત રહે છે. પછી સચિત્ત થાય છે. અને જે સચિત્ત થતાં પહેલાં તેમાં ચૂનો નાંખવામાં આવે, તો બીજા ર૪ પહોર સુધી અચિત્ત રહી શકે છે. આમ કરવાથી લાંબા વખત સુધી જીવદયા પાળી શકાય છે. અને જીવદયાની ભાવના ટકાવી શકાય છે, તથા મુનિ મહારાજે વગેરે કે જેઓને નિજીવ–અચિત્ત આહાર પાછું મેળવવાને નિયમ હોય છે, તે જાળવી શકે છે. સચિત્ત પાણીને વ્રત ધારી કે મુનિ મહારાજાએ અડકી પણ ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org