________________
[૧૦૩] સ્વાભાવિક છે. કેમકે–તે જ ધર્મના ટકાવને પ્રાણ છે. પરંતુ પાછલે બારણેથી આગમોઃ ધર્મગુરુઓઃ ધર્મસ્થાનેઃ પરંપરાગત રક્ષક પ્રતીકેઃ સાતક્ષેત્રે વગેરે મૂળભૂત બાબતમાં આડકતરા આક્રમણ આવતા જાય છે, નવા આવવાની પૂર્વ તૈયારી થતી જોવાય છે. ને ભાવિમાં નજર નંખાય છે, ત્યારે મન ચિંતાથી ઘેરાઈ જાય, એ સ્વાભાવિક છે.
॥ श्री श्रमणसंघस्य शांतिर्भवतु ।। ૮ અનન્યતમ શ્રી દ્વાદશાંગી પરમ મહાશાસ્ત્ર
[૧] અપૂર્વ મહત્તા ૧ સદ્દભૂત ગહન તાત્વિક અર્થોથી ભરપૂર શ્રી દ્વાદશાંગી અનન્યતમ મહાશાસ્ત્ર છે. આ જગતમાં તેની એક વખત ચેકસ વિદ્યમાનતાના ઘણું સચોટ પૂરાવા અને પ્રમાણો મળે જ છે. છતાં હાલમાં તે શાસ્ત્ર પૂરેપૂરાં વિદ્યમાન નથી. ૨ દ્વાદશાંગીનું સામાન્ય સ્વરૂપ:
આ તે ખુદ વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્માના શ્રીમુખે ઉપદેશાયેલ છે.
આ પ્રભુમુખે સાક્ષાત સાંભળવા ઉપરથી શ્રી ગણધર ભગવંતોએ તેની રચના કરેલી છે. માટે તે શ્રુતજ્ઞાન પણ કહેવાય છે. ? તે અતિ વિશાળ બાર ભાગમાં-બાર અંગમાં રચાયેલ છે. માટે દ્વાદશાંગી કહેવાય છે.
તેની રચના પદ્ધતિ જગતના બીજા કોઈપણ ગ્રંથ કરતાં અત્યભુત અને અતિવિલક્ષણ છે. જેની રચનાની પદ્ધતિ સમજાવવા માટે શ્રી અનુયોગકાર જેવો સ્વતંત્ર સૂત્રગ્રંથ છે.
૩ તેમાં ઘણું ઘણું પદાર્થોઃ વિષયો અને અનુયોગોની વિશિષ્ટકટિની સ્પષ્ટતા છે. તે અનંત યપદાર્થોની અગાધ ખાણ છે. આપણી તે કલ્પનામાંયે ન આવી શકે તે વિસ્તૃત છતાં, ઘણે જ સંક્ષેપ ધરાવે છે.
# આ ગહન શાસ્ત્રઃ કાઈ ત્યાગીઃ તપસ્વી સંયમીઃ મહામુનિવરે જ ભણું શકે તેમ હોય છે. . જંદગીભરના યે પરિશ્રમથી કદાચ કઈ કઈ મહાનુભાવો યાદ રાખી શકે છે. યાદ રાખીને તદનુસાર યથાશક્તિ વર્તન કરી શકે છે. બીજાનું ગજું નથી હોતું.
જ તે મેલનગરમાં પ્રવેશ કરવાના મુખ્યમાં મુખ્ય દ્વાર સમાન છે. અધિગમ સમ્યગદર્શનનું યે ન મહત્ત્વનું કારણ છે.
જ તેના પરિણત જ્ઞાનનું ફળઃ વ્રત અને ઉંચા પ્રકારના ચારિત્રમય જીવનરૂપે આવ્યા વિના રહેતું નથી. તે પ્રકારના ફળ પ્રાપ્ત થાય તેવી અનુપમ પ્રભાવક્તા તેના શ્રવણની છે.
સ્ટ સંગીતઃ વ્યાયામ અને યોગસાધના ના શાસ્ત્રની માફક તે મુખ્યપણે વર્તન શાસ્ત્ર છે. મન-વચન અને કાયાની સુપ્રવૃત્તિની તાલીમનું શાસ્ત્ર છે. ચારિત્રશાસ્ત્ર છે. ઈતિહાસ કે કાવ્યઃ ની
* શ્રી જેસલમેરના જૈન સંધના જ્ઞાનભંડારે વિષે “આમ વ્યવસ્થા કરવી અને તેમ વ્યવસ્થા કરવીઃ” વગેરે ગોઠવણ કરવાનો અધિકાર રાજસ્થાન સરકારને શી રીતે પ્રાપ્ત થાય છે? તેમની યોગ્યવાત વિચાર કરતાં ગ્ય લાગે તો જૈન સંધ ગ્ય જણાય તો પોતાની રીતે તે પ્રમાણે ઘટતું કરે. એ જુદી વાત છે. અને રાજસ્થાન સરકારને તેના ઉપર અધિકાર હોય અને તે કબુલ રાખઃ એ જુદી
વાત છે. આ આપણું ધર્મશાસ્ત્રોના ભાવિ રક્ષણ માટે બહુ જ મહત્ત્વને અને મુદ્દાનો પ્રશ્ન છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org