________________
[૩] ૨ જે વર્ગ–આજે જે વિષમ સંજોગો બહારથી ગોઠવાતા જાય છે તેમાંથી માર્ગ મેળવવા માટે
એ કેટલાક આત્માઓ વધારે ઉંચા પ્રકારના ધાર્મિક પ્રતીકેનું પાલન કરતા થાય છે. અને
આ કેટલાક ચાલુ સ્થિતિમાં ઉંચા પ્રકારે પાલન કરવાનું અશકય માનીને તેના કરતા કાંઈક ઉતરતા પ્રકારનું પાલન કરતા હોય છે.
એક પક્ષ વધારે ધાર્મિક શુદ્ધિની અને બીજો પક્ષ ચાલુ ધાર્મિક પ્રતિકના પાલનની અશકયતાની કલ્પના કરીને બન્ને જુદી જુદી દિશા તરફ દોરવાય છે. જૈનશાસના જાહેર પ્રતિકામાં પણ એ જાતના ફેરફારો બનેય ઈચ્છતા અને અમલમાં મૂકતા હોય છે.
વાસ્તવમાં કુદરતી રીતે વર્તમાનકાળે પ્રાપ્ત જે મધ્યમ સ્થિતિ છે, તેનાથી ૩ અને આ બન્નેય ચૂત થતા હોય છે. એક છાબડું બહુ ઊંચે જતું હોય છે ત્યારે એક વધારે નીચે જતું હોય છે. સમતુલા ન જળવાતાં શ્રી સંઘમાં બુદ્ધિભેદ અને વિષમતા થાય છે. એક ઊંચા પ્રકારને લાંબો વખત અમલમાં ટકાવી શકે તેમ હોતો નથી કેમ કે–ઉચે પ્રકાર આજે અશક્ય છેઃ ત્યારે બીજો વર્ગ નાહક ઉતરતી કક્ષામાં ઉતરી પડવાનો દાખલો બેસાડે છે. એ રીતે બન્નેય શકય સ્થિતિને હરકત પહોંચાડવામાં મદદગાર થાય છે. જે કરવાની વિદેશીની પોલીસી છે. એ કહે છે, કે–“બે ઘડીમાં પ્રતિક્રમણ પુરું કરતાં શુદ્ધ: વિધિ મુદ્રાઓઃ રાગ અને દ્રબસર સૂત્રો બોલવા વગેરે સચવાતા નથી તેથી પ્રતિક્રમણ વધારે વખત લગાડીને પણ શુદ્ધ કરવું જોઈએ.” બીજે કહે છે, કે–“આજે બે ઘડી એટલે પણ વખત કાઢવાની ફુરસદ કોને છે? માટે જેમ બને તેમ ટુંકામાં થોડીક જ મીનીટમાં પતે તેવી ગોઠવણ શોધી કાઢવી જોઈએ.” એક કહે છે, કે–“પ્રભુનું જન્મકલ્યાણક શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બરાબર ઉજવવું જોઈએ.” જ્યારે બીજે કહે છે કે –“હવે ધર્મની વાત કે સાંભળવાનું નથી. માટે તેને ધાર્મિકતા છોડીને રાષ્ટ્રીય આદર્શોથી ઉજવવું જોઈએ ” ઇત્યાદિ.
ત્યારે પૂર્વાચાર્ય મહારાજાઓ જણાવે છે, કે—“જેમ બને તેમ શકય રીતે વિધિને ખપ કરવો પરંતુ સારૂં પણ અશકય હોય તે રીતે પકડવું નહીં. તેમજ શકય હોય તેટલી તે ઉપેક્ષા ન જ કરવી.” આ વચલો આજ માગ છોડાવીને તેને ચુંથવામાં વિદેશીયોને પોતાના હેતુઓની સફળતા દેખાય છે કેમ કે–ઉંચી કક્ષા ટકવાની નથી છતાં મધ્યમ કક્ષાને તેડવામાં સહકારી બને છે. અને નીચી કક્ષાના દાખલાથી દિવસે દિવસે વધારે ને વધારે નીચે લઈ જવાના પ્રવાહને ટેકો મળે છે. એટલે પતન તરફ જવાનું સુલભ બને છે. એમ બનેય રીતે તેઓને લાભ મળે છે ને યુગાનુરૂપ બન્નેની પ્રવૃત્તિઓ ગણાય છે.
૩જે વગર–એકદમ જમાનાને અનુસરતા ગણુતા સંજોગો સાથે બંધબેસત થવા ધસમસતો હોય છે. તેમાં દેખાતા ક્ષણિક લાભને તે સારી એવી ઉન્નતિ માની લેતા હોય છે, કે જે વધારે અવનતિરૂપે પરિણમવાની છે. તેને તેને ખ્યાલ રહેતો નથી.
૪ વગ–( બહારની દૃષ્ટિથી) બહારના દષ્ટિબિંદુઓથી તાત્કાલિક મોટા મોટા પરિવર્તને કરી નાંખવા ઈચ્છતો હોય છે. ત્રીજા વર્ગને કેટલોક ભાગ તેની વધારે નજીકમાં અને સહાનુભૂતિમાં હોય છે. તેથી કાંઈક પરંપરાગત અને વધારે ભાગ આધુનિક પ્રાગતિકઃ એમ ઉભયના મિશ્રણપૂર્વક ધર્મની આરાધના અને જેન–શાસન તથા સંઘનું સંચાલન કરવામાં માનતા હોય છે. અને શક્ય તેટલું પરિવર્તન એ દિશામાં કરવાના આગ્રહવાળા હોય છે. આથી મૂળ વસ્તુના ખ્યાલથી પણ તેઓ ઘણે ઘણે દૂર નીકળી ગયા હોય છે. છતાં “પિત મૂળને જ મદદ પહોંચાડે છે.” એમ પ્રામાણિકપણે
મનથી માનતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ તેમ હતી નથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org