________________
[ ૮૨ ] મહાપાપી કરતાં પણ અતિર મહાપાપ તરીકે હેય, તેમાં શું આશ્ચર્ય છે ? સુરિ-સંતપુરુષોએ એ પ્રમાણે તેને સત્તર પાપના પિતા તરીકે અઢારમ પાપસ્થાનક ગણાવેલું છે. આવા અસત્ય કરનારા અને પ્રચારનારાઓને શી રીતે સમજાવી શકાય? તેઓની દયા ખાવા સિવાય સજજને પાસે બીજો ઉપાય જ નથી.
એ વાત સ્પષ્ટ છે કે–સવ માનવો, ધર્માત્મા, ત્યાગી અને વ્રતધારી તરીકે બનવા સંભવ જ નથી. આજીવિકા માટે ધંધા અને ઈન્દ્રિયોના ઉપભોગ કરવાના છે. તે કાર્યો તેઓ બેફામ રીતે કરે, તેના કરતાં ન્યાયઃ નીતિ અને સદાચારને આધીન રહીને કરે, તેવી વ્યવસ્થામાં શું ખોટું છે? જેથી નિયંત્રિત અર્થ નામના પુરુષાર્થની પ્રવૃત્તિઓને એકાંગી નિવૃત્તિ કહી નિંદવામાં આવે છે ? તેને પણ અંશથી સપ્રવૃત્તિ કહેવામાં શું વાંધે આવે છે? અને અનિયંત્રિત અર્થ કામને પ્રવૃત્તિ કહી બિરદાવવામાં આવે છે? તેનું કારણ સમજી શકાતું નથી. નિયંત્રિત અર્થ-કામમાં પણ ઉદ્યોગ, ધંધા, યુદ્ધ, સ્પર્ધા, આત્મભોગ, પોપકાર, સેવા ભક્તિ, દાન, માન, સત્કાર વગેરેને અસાધારણ રીતે યોગ્ય સ્થાન હોય છે જ. છતાં તેની નિંદા શા માટે ? તે પ્રવૃત્તિઓમાં અમર્યાદ બેફામપણું નથી હોતું, એ જ તેને દોષ છે? કે બીજે કઈ ? માત્ર અજ્ઞાન, દૃષ્ટિદોષ અને દૃઢ વ્યામોહ સિવાય અમને બીજું કોઈ મહત્વનું કારણ જણાતું નથી.
ન્યાયઃ નીતિઃ સદાચાર રહિત તથા ધમથી અનિયંત્રિત ઉન્માર્ગનુસારી આજની પ્રવૃત્તિની હિમાયત કરવામાં માનવજાતનું એકંદર અનિષ્ટ થઈ રહ્યું છે, તેને બદલે તેના ભલાની તેમાં શી શક્યતા છે? ક્ષણિક લાલચ સિવાય તેમાં શું રહસ્ય છે? તે તપાસીને ભલામણ થતી હોય તે ઠીક, માત્ર એક બેલે એટલે તેનું અનુકરણ બીજાએ કરવું, આ સિવાય તેમાં બીજી કઈ વસ્તુ જ જણાતી નથી.
આવી હિંસક અને ઘાતક વિચારશ્રેણીથી બચવા-બચાવવામાં શ્રેયઃ છે.
૭ શ્રમણ પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ
[ 1 ]; શ્રી તીર્થકરને પ્રતિનિધિ શ્રી તીર્થકરેએ પ્રાપ્ત કરેલા ઉત્તમાની પ્રાપ્તિ બીજા આત્માઓને કરાવવા માટે પોતે પ્રાપ્ત કરેલા ઉત્તમાર્થને બીજાઓમાં વિનિયોગ કરવા માટે બીજાઓમાં લ્હાણી કરવા માટે તીર્થરૂપ-જૈનશાસનરૂપ, મહાવિશ્વસંસ્થા પ્રથમ સ્થાપીને તેના સંચાલન માટે પોતાના અનુયાયિઓમાંથી પોતાના પ્રતિનિધિ તરીકે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. પિતાનું મુખ્ય પ્રતિનિધિત્વ મુખ્ય ગણધર પ્રભુથી માંડીને ઉત્તરોત્તર ઠેઠ ગામના સ્થાનિક સંઘપતિ સુધી ધાર્મિક પ્રતિનિધિત્વ અનુજ્ઞાપિત હોય છે. શ્રા ગણધરેઃ અને પ્રધાન આચાર્યો દ્વારા રાજ્યતંત્રનું પ્રતિનિધિત્વ ચક્રવર્તિમાં જગત શેઠદ્વારા સ્થાનિક મહાજનના આગેવાનમાં અર્થ પુરુષાર્થમાં ધંધાવાર નીતિના નિયમોના રક્ષણ માટે પ્રતિનિધિત્વ શરાફ સુધી અને કામ પુરુષાર્થમાં સદાચારના રક્ષણ માટેનું પ્રતિનિધિત્વ વર્ણ, જાતિ, જ્ઞાતિ, કુટુંબ અને માર્ગનુસારી વ્યક્તિ સુધીમાં ગોઠવાયેલું રહે છે. બીજા દેશે અને તેમાં રહેતી સાંસ્કૃતિક જીવન જીવતી માર્ગોનુસારી પ્રજાઓમાં પણ જુદા જુદા ધર્મના ધર્મગુરુઓ પ્રતિનિધિ તરીકે હોય છે. આ રીતે હાલના કૃત્રિમ લેકશાસન પહેલાં જગતમાં ન તો પ્રજા શાસન હતું. ન તે રાજાશાસન હતું. પરંતુ વિશ્વ-વત્સલ મહાસંત મહાજન પુરુષોનું જ શાસન આખા જગત ઉપર હતું. અને ભારત તેનું કેન્દ્ર હોવાથી ભારતમાં ખાસ કરીને તે શાસન કેન્દભૂત હતું. આજે પણ ઘણા અંશે
ચાલુ જ છે. અને તેઓનું પ્રતિનિધિત્વ ઉપરથી નીચે–નીચે ફેલાયેલું રહેતું આવેલું છે. અર્થાત સૌએ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org